અટલ બિહારી ઓડિટોરીયમમાં ગરીબ કલ્યાણ મેળો: ભાજપ અગ્રણીઓ ઉપસ્થિતિમાં યોજાશે
રાજકોટ મનપા દ્વારા તબક્કાવાર લોકઉપયોગી કામોની લોકાર્પણ/ખાતમુહુર્તની સીલસીલો આગળ ધપી રહ્યો છે. મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા એક સયુંકત યાદીમાં જણાવે છે કે રાજકોટ મનપા દ્વારા તમામ ક્ષેત્રે વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહી છે.
તા.૧૪ને શનિવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે રેસકોર્સ સંકુલ ખાતે રૂ.૨.૪૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બે બાસ્કેટ કોર્ટનું તથા નેચરલ ગ્રાસ હોકી મેદાનનું લોકાર્પણ તેમજ રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રેસકોર્સ રીંગરોડ ફરતે ગ્રીલ બદલવાનું તથા આનુસંગિક કામો કરવાના કામનું ખાતમુહુર્ત ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવેલ પેવેલિયન બિલ્ડીંગ જીમ્નેશીયમ રીનોવેશન તથા રૂ.૧.૨૨ કરોડના ખર્ચે પેડકરોડ લાગુ રોડનું ડેવલોપમેન્ટ કામ. આમ કુલ મળી રૂ.૬.૫૭ કરોડના કામોનનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત રાજ્યના અન્ન નાગરિક પુરવઠાના મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત આ જ દિવસે અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે ગરીબ કલ્યાણ મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ભારત સરકારના સાંસદ અને પુર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, ધારસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુની.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન ‚પાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકડ સહિતના ઉપસ્થિત રહેશે.