ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ શિવ સૃષ્ટિનિર્માણના સમયમાં પ્રગટ થયા હતા. શિવાલયમાં જીવ ત્યારે ડમરૂ-ત્રિશુલ-ચંદ્રમાં અને સાપ આ ચાર વસ્તુંઓ હમેંશા જોવા મળે છે. આપણને સવાલ થાય કે આ ચાર વસ્તુ તેની ઉત્પતિ સાથે પ્રગટ થઈ હશે જો કે સમયની સાથે અલગ-અલગ ઘટનો ઓની સાથે તે શિવજી સાથે જોડાયેલ હોય શકે.જેવી કે જટાઓમાં અર્ધચંદ્રમાં માથા માંથી નિકળતી ગંગા જેવી ઘણી બધી વાતો છે. જે ભગવાન શિવને રહસ્યમયી બનાવે છે.આ બધી વસ્તું શિવજી પાસે આવી કયાં થી?તે માહિતી શિવભકતો જાણવાની જરૂર છે.
- ત્રિશુલ :-
શિવ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છે. તેમને બધાજ પ્રકારના અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન છે. પૌરાીણિક કથાઓમાં ત્રિશુલ અને ધનુષનો ઉપયોગ વધુ પ્રમાણમા થતો એવી પણ માન્યતા છે કે શિવજી પ્રગટ થયા ત્યારે રજ-તમ-સત ગુણોની સાથે પ્રગટ થયા હતા. આજ ત્રણ ગુણો ભગવાન શિવના ત્રણ સુલ એટલે કે ત્રિશુલ નામે બન્યા. આ ત્રણેવિના સૃષ્ટિનું સંચાલન કઠીન હતું. એટલે જ શિવજીએ આ ત્રણે ગુણોને તેનાં હાથમાં ધારણ કર્યા.
- ડમરૂ:-
સૃષ્ટિના આરંભે માતા સરસ્વતી પ્રગટ થયા ત્યારે તેઓએ વિણાના સ્વરથી ધ્વનિને જન્મ આપ્યો આ ધ્વનિસ્વર અને સંગીત વગર અધુરી હતી. આ સમયે ભગવાન શિવજીએ નુત્ય કરતી વખતે ૧૪ વાર ડમરૂ વગાડયું જેથી તેના ધ્વનિથી વ્યાકરણ અને સંગિત માંથી છંદ અને તાલનો જન્મ થયો.
- સાપની વાત:-
મહાદેવના ગળામાં રહેલા સાપને નાગરાજ કહે છે. આ સાપનું નામ વાસુકી છે અને આજ સાપનો ઉપયોગ સમુદ્રમંથન વખતે દોરડાની જગ્યાએ કરવામાં આવેલ હતો.એમની આવી ભકિતને કારણેજ શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવ્યા તેથી તે નાગરાજ કહેવાયા અને પોતાના ગળામાં આભૂષણ તરીકે ધારણ કર્યા હતા.
- ચંદ્રમાં:-
શિવ પુરાણમાં ચંદ્રમાના લગ્ન દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે કરાયા હતા. આજ ક્ધયાઓને નક્ષત્ર તરીકે પણ માનવામાં આવે છે.આ બધી ક્ધયાઓ પૈકી રોહિણીને ચંદ્રમાં વધુ પ્રેમ કરતાં હતા અને આ વાત બધી ક્ધયાઓે પૈકી રોહિણીને ચંદ્રમાં વધુ પ્રેમ કરતાં હતા.અને આ વાત બધી ક્ધયાઓએ પિતા દક્ષરાજાને કરતાં તેમને શ્રાપ આપ્યો.જેથી ચંદ્રમાને ક્ષય રોગ થયો આ રોગમાંથી મુકિત મેળવવા ચંદ્રમાએ શિવજીની તપસ્યા કરીને તેમની પાસેથી પ્રસન્ન થઈને વરદાનમાં રોગ મુકિતની વાતકરી, પ્રાણોની રક્ષાની વાત કરી પ્રસન્ન થયેલા મહાદેવે ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કર્યા.આમ રાજા દક્ષ દ્વારા અપાયેલ શ્રાપને કારણેજ ચંદ્રમાનો આકાર ૧૫ દિવસ વધતો-ઘટતો રહે છે.