ટીપ્પણી કરનારા સામે કડક કાર્યવાહી કરવાની હકાભા ગઢવી સહિતનાં અગ્રણીઓની માંગ

આઈશ્રી મોગલ વિશે અભદ્ર ટીપ્પણીઓ ફેસબુક તથા સોસિયલ મિડીયાના માધ્યમથી છેલ્લા બે-ત્રણ દિવસથી અપના અડા ગ્રુપમાં અભદ્ર ભાષામાં ટીપ્પણી કરાતા હળવદ મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે ચારણ સમાજના આગેવાનો સહિત લોક સાહિત્યકારે આવેદન પત્ર પાઠવ્યુ હતુ

સમગ્ર રાજયના ચારણ સમાજની દેવી મા મોગલ વિશે કરવામાં આવેલ અભદ્ર ટીપ્પણી મામલે ઉગ્ર રોષ જાવા મળી રહ્યો છે ત્યારે આજરોજ હળવદ મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે ચારણ સમાજના લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ આવેદન પત્ર પાઠવ્યો હતો. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સોશિયલ મિડિયામાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી મામલે મનીષ મજુલાબેન ભારતીયા, સદામ મલીક, રાહુલ રાવણ, રવીન્દ્રભાઈ, કૃષ્ણા પરમાર, અલ્પેશ મોજીલા, અમાનુસ વર્મા, દીનેશ બોધ, મીતલ મકવાણા વિગેરે શખ્સો દ્વારા આઈશ્રી મોગલમાં વિશે અભદ્ર ટીપણી કરવા બદલ ચારણ સમાજ તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાવેલ છે. અને આવુ વૈમનષ્ય પેદા કરી ઉલ્લંઘન કરેલ છે. જે બાબતે આવા શખ્સો સામે કડકમાં કડકહાથે કાર્યવાહી કરવામાં તેવી ચારણ સમાજ દ્વારા માંગ કરાઈ છે.

આ તકે હકાભા ગઢવી (લોક સાહિત્યકાર), જયમત  દવે, અનિલ એન.ગઢવી, હકા મારાજ સરવાળા, ભૂપતભાઈ આવડદાન ગઢવી, ભરતસિંહ ચૌહાણ, અજીતસિંહ રાઠોડ, મનીષ બારોટ સહિતના આવેદન પત્ર આપી આ ટીપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.

હકાભા ગઢવી એ જણાવ્યુ કે  ટીપ્પણી કરવામાં આવેલ છે જે ટીપ્પણી કરી હિરો બનવાની કોશિષ કરનાર શખ્સોએ ખરેખર હિરો બનવું હોય તો માં મોગલની ઉપાસના કરવી પડે. મોગલ અમારી માં છે જેનું અપમાન કોઈ રીતે સાંખી લેવામાં નહીં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.