બે ટ્રેડીંગ દિવસથી બજારમાં તેજીનું જોર વધ્યું હોય તેવો નજારો
કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક શેરબજારની સાથો સાથ ભારતીય બજારમાં પણ લાંબા સમય સુધી વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું.
દરમિયાન સરકારે અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કર્યા બાદ શેરબજારમાં થોડા સમય માટે ત્તેજી જોવા મળી હતી. બીજી તરફ ચીનમાં સ્થિતિ થાળે પડવાની સમાચાર આવતા વૈશ્ર્વિક શેરબજારમાં પણ તેજીની આશા જાગી હતી. પરિણામે આજે ભારતીય શેરબજારમાં પ્રારંભીક તબક્કે ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો.
છેલ્લા બે ટ્રેડીંગ દિવસથી બજારમાં તેજીનું જોર વધ્યું હોય તેવા નજારો જોવા મળી રહ્યું છે.
આ લખાય છે ત્યારે શેરબજાર ૭૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
સેન્સેકસ ૩૦૫૯૫ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી ફીફટીમાં પણ ૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સમયે નિફટી ફીફટી ૮૯૫૦ની સપાટીએ છે. બેંક નિફટીમાં ૪૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. શેરબજારમાં આજે તેજીની ચમકારા સાથે રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
અહીં નોંધનીય છે કે, આજે બજાર ખુલતાની સાથે જ તેજીનું તોફાન આવ્યું હતું. આ લખાય છે ત્યારે બજાજ ઓટો, બજાજ ફાયનાન્સના શેર ૬ ટકા સુધી ઉછળ્યા છે. શીપલા, હિરો મોટો કોપ, મારૂતી, સનફાર્મા, ટાટા મોટર્સ અને વેદાંતા જેવા શેરમાં પણ ૫ થી ૧૨ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
યુપીએલ ટેક કેમ્પ, ઈન્ડુસીન્ડ બેંક, બ્રિટાનીયા કંપનીના શેરમાં આજે ૨ ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો.
ભારતીય બજારમાં ગઈકાલે જોવાયેલા મોટા ઉતાર-ચઢાવ બાદ પણ બજારમાં વોલેટાલીટી વધુ રહી છે. જો કે, બજારમાં બીયર પર બુલ ભારે પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.