મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉ૫સ્થિત રહેશે: તૈયારીઓ અંતિમ તબકકામાં
રાજકોટ જીલ્લા ભાજપની જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયાના અઘ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે મેળી બેઠકમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ અને વિસ્તારક અંગેની માહીતી આપતા જણાવ્યું હતું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના નેતૃત્વમાં ગુજરાતના ખેડુતો માટે કિશાનોના હિત લક્ષી યોજનઓથી ગુજરાતનો ખેડુત નવા સંશોધનો કરીને વર્ષના ચાર-ચાર પાક લેતા થયો છે. જેના કારણે ગુજરાતમાં કૃષિક્રાંતિ થકી ખેડુતોનો ખુબ જ આર્થિક વિકાસ થયો છે.
કૃષિક્રાંતિને આગળ ધપાવવા કૃષિ વિકાસને વધુ ઉંચાઇએ લઇ જવા સરકારએ ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આવતીકાલે ગોંડલ ખાતે ભવ્ય કૃષિ મહોત્સવ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, કેન્દ્રીય વાહન વ્યવહાર તથા રાસાયણિક ખાતરમંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજયકૃષી મંત્રી ચીમનભાઇ સાપરીયા, નાગરીક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા, પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડિયા, ઉઘોગ મંત્રી રોહિતભાઇ પટેલ, કૃષિ સહકાર વિભાગના સંસદીય સચિવ બાબુભાઇ પટેલ, સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા અને બન્ને જીલ્લાના ધારાસભ્યઓની પ્રેરક ઉ૫સ્થિતિમાં યોજાશે. આ કૃષિ મહોત્સવમાં ખેડુતોએ મોટી સંખ્યામાં હાજરી આપવા જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરાએ અનુરોધ કરેલ છે.
વધુમાં સખીયાએ, પંડિત દિનદયાળ ઉપાઘ્યાય જન્મશતી વિસ્તારક સપ્તાહથી ઉજવણી તા. ૨૮ મે થી તા. પ જુન સુધી કરવા તેના સંદર્ભે કાર્યકર્તાઓને વિસ્તારક તરીકેની કામગીરીની તાલીમ આપવા જીલ્લાના પાંચ સ્થળોએ તાલીમના પ્રશિક્ષણવર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું.જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાએ કાર્યકર્તાઓના તાલીમના પ્રશિક્ષણ વર્ગોની માહીતી આપતા જણાવ્યું હતું કે, તા. ર૧ ના રોજ સવારે ૧૦ કલાકે માર્કેટીંગ યાર્ડ, ગોંડલ ખાતે ગોંડલ શહેર તથા તાલુકા તા.ર૧ના રોજ ઓમકાર શૈક્ષણિક સંકુલ જસદણ ખાતે સવારે ૧૦ કલાકે જસદણ શહેર, તાલુકો, તા.ર૧ ના રોજ ઓમકાર શૈક્ષણિક સંકુલ જસદણ ખાતે સવારે ૧૦ કલાકે જસદણ શહેર, તાલુકો વીછીંયા તાલુકો, તા.રર ના રોજ સવારે ૧૦ કલાકે હેમુગઢવી હોલ રાજકોટ ખાતે રાજકોટ તાલુકો, લોધીકા, તાલુકો કોટડાસાંગાણી તાલુકો, તા.રર ના રોજ સવારે ૧૦ કલાકે રોટરી હોલ જેતપુર ખાતે જેતપુર શહેર-તાલુકાો, જામકંડોરણા તાલુકો, તા.રપના રોજ સવારે ૧૦ કલાકે ગાંધીવાડી ધોરાજી ખાતે ઉપલેટા શહેર-તાલુકો ભાયાવદર શહેર ધોરાજી શહેર-તાલુકો મંડલોનો તાલીમ વર્ગો યોજાશે