ગીર સોમનાથ, તા. -૧, ગીર-સોમનાથ જિલ્લાનાં તાલાળા, વેરાવળ, ઉના કોડીનાર અને સુત્રાપાડા (પ્રાસલી) એમ પાંચ માર્કેટીંગ યાર્ડોમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદ કેન્દ્રો કાર્યરત કરાશે. તા. ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદવામાં આવશે એ પહેલા આજ તા. ૧લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતો માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે.
આજે માર્કેટીંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તાલાળા ખાતે મામલતદાર ધોળીયા અને વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે મામલતદાર દેવકુમાર આંબલીયાએ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓએ મુલાકાત લઈ નોંધણી પ્રક્રિયામાં સહભાગી થયા હતા.