સિધ્ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત
સાતમાં દિવસે દલિત, દેવીપૂજક, સતવારા, હિન્દી અને બંગાળી સમાજે મહાઆરતીનો લાભ લીધો: આજે આઠમાં દિવસે માલધારી, આહિર, રબારી અને બોરીચા સમાજ કરશે મહાઆરતી
રાજકોટ શહે૨ ભાજપ પ્રમુખ તા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ક૨વામાં આવેલ છે.આ ગણપતિ મંગલ મહોત્સવમાં રોજરોજ વિવિધ સમાજ,શૈક્ષાણીક, સામાજીક, ધાર્મિક સંસના આગેવાનો મહાઆ૨તીનો લાભ લે છે
ત્યારે આજે સિધ્ધી વિનાયક ધામ ખાતે માલધા૨થી સમાજ, આહી૨ સમાજ, ૨બારી સમાજ, બોરીચા સમાજ, સંતો-મહંતો તેમજ વોર્ડ નં.૧૧ અને વોર્ડ નં.૧૨ના ભાજપ અગ્રણીઓ મહાઆ૨તીનો લાભ લેશે. તેમજ આજે સાંજે ૪:૩૦ કલાકે બહેનો માટે પાણીપુ૨થી ખાવાની સ્પર્ધા યોજાશે અને છપ્પનભોગ પ્રસાદ દર્શન યોજાશે. તેમજ સાંજે સૌરાષ્ટ્રભ૨માં પ્રિય એવી ગણપતિ મંગલ મહોત્સવની શિ૨મો૨ ગણાતી એવી ‘લાડુ જમણ સ્પર્ધા’ યોજાશે.
સ્પર્ધકોની સો દિવ્યાંગોએ પણ ગણપતિ દાદાના મનમોહક ચિત્રો દોર્યા
આ ગણપતિ મંગલ મહોત્સવમાં દ૨રોજ સાંસ્કૃતીક કાર્યક્રમો તેમજ વિવિધ સ્પર્ધાનું આયોજન ક૨વામાં આવે છે. ત્યારે સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમા સ્પર્ધકોએ ગણપતિદાદાના મનમોહક ચિત્રો દોર્યા હતા.
આ સ્પર્ધામાં ધો. પ થી ૮ માટે વિભાગ એ માં પ્રમ જશ રાધાણી, ધ્વીતીય અભીશોક છાંટબા૨, તૃતીય પ્રાપ્તી ભીમાણી, ચોથા ક્રમે ૨ચના છનીયા૨થા અને મનન ચાવડા વિજેતા ઘોષ્થાથીત થયા હતા. બી વિભાગમાં એઈશા દેવાણી પ્રમ, દ્રષ્ટિ જોષી બીજા, ભાગ્યેશ વ્યાસ ત્રીજા, સ્વાતી લીંબાશીયા હર્ષ ભટૃી ચોથા ક્રમાંકે વિજેતા જાહે૨ થયા હતા અને વિભાગ સી માં ધારા ભટૃ પ્રથમ, હિમાદ્રી છાંટબા૨ બીજા, રીયા ટાંથા ત્રીજા, અદીતી સાવલીયા અને શીવાની ભાડેશીયા ચોથા ક્રમાંકે વિજેતા ઘોષીત જાહે૨ થયા હતા તેમજ દિવ્યાંગ બાળકોની સ્પેશ્યલ કેટેગ૨થીમાં પ્રથમ અંકીતા ૨મેશભાઈ સોલંકી, ધ્વીતીય હર્ષાત ચંદ્રેશભાઈ પડાળીયા અને તૃતીય અભય લાલજીભાઈ જોગાણી વિજેતા જાહે૨ થયા હતા અને ઉપસ્તિ શહે૨થીજનો એ આ સ્પર્ધાનો ભ૨પુ૨ આનંદ માણ્યો હતો.
ધર્મ રક્ષક પરીષદ આયોજીત ગણેશ મહોત્સવમાં કાલે અન્નકોટ દર્શન
ધર્મ રક્ષક પરીષદ આયોજીત પ્રિન્સ ઓફ કૈલાસ ગણેશ મહોત્સવ ભક્તિનગર સર્કલ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી ભવ્ય આયોજન થાય છે અને દાદાને કાલા-વાલા, ભક્તિ-પૂજા, અર્ચનાની સાથે સાથે ધાર્મિક, સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો પણ ઉજવાઈ છે.
ગઈકાલ બુધવારના દિવસે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય અને કાંતા સ્ત્રી વિકાસ ગૃહની વિદ્યાર્થીનીઓ દ્વારા ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે હતું. આજે ૯:૩૦ વાગ્યે રાજકોટના પ્રખ્યાત પંચનાથ મહાદેવ ધૂન મંડળ દ્વારા ગણપતિદાદાની ભક્તિ ભાવનાનો કાર્યકમ છે.
આવતીકાલ તા.૨૧-૯ શુક્રવારે ગણપતિ દાદાને છપ્પન ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવશે. શનિવારે રાત્રે ૯ કલાકે ગણેશ મહોત્સવમાં રાસ મહોત્સવનું પણ આયોજન કરેલ છે. ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજીત તમામ ઉત્સવ અને કાર્યક્રમોમાં સફળતા માટે વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા ધર્મરક્ષક પરિષદના તમામ સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ કા મહારાજા ગણેશોત્સવમાં અબાલ વૃધ્ધ ભક્તોની ભીડ
રાજકોટની ધર્મપ્રેમી જનતાએ ‘રાજકોટ કા મહારાજા’ના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરેલ છે. ભુદેવ સેવા સમિતિ દ્વારા સ્થાપવામાં આવેલ વિઘ્નહર્તા ગણેશજીના દર્શન અને તેના દ્વારા યોજવામાં આવતા અનેકવિધ કાર્યક્રમોમાં રાજકોટની જનતા ભાવભેર અને ઉત્સાહભેર લાભ લે છે. આ ધર્મોત્સવમાં ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ પણ પંડાલમાં પધારીને વિઘ્નહર્તા ગણેશના આશિષ લીધા હતા.
આ ધર્મોત્સવમાં સત્યનારાયણની કથા વાંચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ પરિવારના શિરીષભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, સુધિરભાઈ ભટ્ટ અને રાજકોટની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.
આ ઉપરાંત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.બકુલ વ્યાસ, ડો.તત્સ જોષી, ડો.તેજસ ત્રિવેદી, ડો.ભાર્ગવ પંડયા, ડો.જયંત મહેતા અને ડો.પ્રશાંત ઠાકરએ સેવા આપી હતી.
આગામી બે દિવસ હસાયરો અને અન્નકોટનું પણ આયોજન કરેલ છે તો રાજકોટની જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. તા.૨૩ના બપોરે ૨ વાગ્યે વિઘ્નહર્તા ગણેજીનું વિસર્જનયાત્રા પણ રંગેચંગે કરવામાં આવશે.
મધુવન કલબ આયોજીત ગણેશ મહોત્સવમાં આજે શ્રીનાથજીની ઝાંખી
મધુવન કલબ દ્વારા “રાજકોટ કા રાજાની દરરોજ થાતી ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતીમાં ગઈકાલે રાત્રે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યાં હતા. કાલે રાત્રે ‘રાજકોટ કા રાજાના મંચ ઉપરથી રાજકોટની જનતાને નામાંકિત કલાકારો દ્વારા “હાસ્ય નો હલવો પીરસવામાં આવ્યો હતો જેમાં કલાકારો મિલનભાઈ ત્રિવેદી, જયંતીભાઈ છનીયારા, તેજસભાઈ પટેલ દ્વારા પ્રસ્તુત હાસ્ય ના હલવા કાર્યક્રમમાં રાજકોટની જનતાને હાસ્ય રસથી તરબોળ કરી દેવામાં આવી.
આજે રાત્રે પ્રથમ ૧-૮ ભાગ્યવિધાતા મહાઆરતી બાદ શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવનાર છે. જેમાં શ્રીનાથજીના આઠ એ સમાના દર્શન રાજકોટ વૈષ્ણવ ભક્તોને કરાવવામાં આવનાર છે.
જયારે કાલે ૫૬ ભોગ ધરવામાં આવશે તેમજ રાજકોટની જનતાને અમરનાથ બાબાના દર્શન કરવાનું પુષ્ય ફળ મળે તે માટે શિવજીના ધામ અમરનાથ બાબાની ગુફાના દર્શન કરાવવામાં આવનાર છે.
જેમાં ૨૪૦ ફૂટ લાંબી ગુફા બનાવવામાં આવે છે, ૫૫૧થી વધુ બરફની લાદી પાથરવામાં આવશે અને માઈનસ ડિગ્રી તાપમાન સાથે બર્ફીલીયાત્રા અને દર્શનનો લાભ રાજકોટની જનતાને આપવામાં આવનાર છે. આ સમગ્ર આયોજન રાજુભાઈ કીકાણી, મહેશ જરીયા, સની જરીયા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જીવનનગર કા વિઘ્નહર્તાની મહાઆરતીમાં ભાગ લેતા પદાધિકારીઓ
જીવનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ વોર્ડ નં.૧૦ના જાગૃત નાગરિક મંડળ, રામેશ્ર્વર મહાદેવ સમીતી, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા ગણપતિ મહોત્સવમાં વિશેષ આસ્થાના કારણે માનવ મહેરામણ શ્રધ્ધાને કારણે હાજરી આપે છે. જીવનનગર સમિતિ સામાજિક એકતાનું પ્રતિક સાબિત થયું છે.
મહોત્સવ સમીતીના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, ભારદીબેન ગંગદેવ સહિતનાએ મહોત્સવનું સંચાલન કરી રૈયા રોડ ઉપર વિશેષ આસ્થાનું કેન્દ્ર બનાવવામાં ભગીરથ પ્રયાસોથી કદર કરવામાં આવી હતી. સમિતિએ આગામી નવરાત્રી મહોત્સવ, શરદપૂનમ, મહાલક્ષ્મી પૂજન, દિપાવલી નવા વર્ષની ઉજવણી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી.
બોલબાલા ટ્રસ્ટ
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ સ્થાપના દરમ્યાન અષ્ટવિનાયક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ પુજન કરી ડી.જે.સાઉન્ડ અને ગણપતિબાપા મોરીયાના નાદ સાથે શહેરના નામાંકિત ઉધોગપતિ રમેશભાઈ ટીલાળાએ આ ગણપતિ દર્શનયાત્રાને લીલીઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં ૫૦૦થી વધુ સિનિયર સીટીઝનો રાજકોટના નામાંકિત ગણપતિ દર્શનમાં જોડાયા હતા. ૫૦થી વધુ કાર્યકર્તાઓ, સ્ટાફ, બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ આ દર્શન યાત્રાનો લાભ લીધો હતો.
આ ગણેશ દર્શન યાત્રા દરમ્યાન ભાવિકોને હસનવાડી કા રાજા, લાલબાગ કા રાજા, પવનપુત્ર કા રાજા, ચંપકનગર કા રાજા, ન્યુ મહારાષ્ટ્ર મંડળ, મહારાષ્ટ્ર મંડળ-કોઠારીયા રોડ, શિલ્પા લાઈફ સ્ટાઈલ-પેલેસ રોડ, ગજાનન કા રાજા, ત્રિકોણબાગ કા રાજા, રાજકોટ કા રાજા, પંચનાથ મહાદેવ, બીજેપી ગણપતિ મંગલમહોત્સવ, સિદ્ધિ વિનાયક સાર્વજનિક ગણપતિ ઉત્સવ, પંચવટી કા રાજા, સિઝનલ કલબ, જે.કે.ચોક કા રાજા, એ.જી.ચોક કા રાજા જેવા નામાંકિત ગણેશ સ્થાપનમાં ભાવિકોને પુજા, આરતી તેમજ પ્રસાદનો લાભ મળ્યો હતો. ૨૦થી વધુ વાહનો સાથે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. તેમાં ધર્મરથ, સર્વોદય સ્કુલ, ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ સ્ટાફ વગેરેનો સુંદર સહયોગ મળ્યો હતો.
૨૧ ગણપતિ દર્શન વખતે બધી જ જગ્યાએ બોલબાલા ટ્રસ્ટ દ્વારા મુખ્ય આયોજકનું ફ્રેમ, સાલ અને દ્રાક્ષ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ ગણપતિનું પુજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ દર્શન યાત્રા દરમ્યાન રમેશભાઈ ટીલાળા, ભરતભાઈ ગાજીપરા તેમજ જે.કે.ચોક મુકામે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ યાત્રાનું સ્વાગત કરી બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયનું સ્વાગત કરી સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. આ સાતમી અષ્ટવિનાયક દર્શન યાત્રાને સફળ બનાવવા ટ્રસટના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મંજુબેન પટેલ, સિનિયર સીટીઝન કમિટી સભ્યોએ તથા બોલબાલા ધુન મંડળની બહેનો અને બોલબાલા ટ્રસ્ટના સ્ટાફ વગેરે જહેમત ઉઠાવી હતી.