પ્રધાન મંત્રી કાર્યાલયના સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ એડીશનલ ડાયરેકટરનો હોદો ધારણ કરી કિરણ પટેલની કાશ્મીર અને દિલ્હીના પ્રવાસ કાર્યક્રમ સીએમ કાર્યાલયના પીઆરઓ હિતેશ પંડયાએ ગોઠવ્યાની ચર્ચા
પ્રધાન મંત્રી કાર્યાલયના સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગના એડીશનલ ડાયરેકટરનો ખોટો હોદો ધારણ કરી મહાઠગ કિરણ પટેલને કાશ્મીર અને ઉતરાચંલમાં ઝેડપ્લસ સુરક્ષા મેળવી આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ પર રોફ જમવવાના ચકચારી પ્રકરણમાં કિરણ પટેલના પ્રવાસ કાર્યક્રમ અંગેનો તખ્તો સીએમ કાર્યાલયના પીઆરઓ હિતેશ પંડયાએ ગોઠવી દિધો હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે. હિતેશ પંડયાના પુત્ર અમિત પંડયા અને જય સિતાપરા મહાઠગ કિરણ પટેલના વહીવટદાર હોવાનું તેમજ 2014 પછી કિરણ પટેલે કાશ્મીરનો અવાર નવાર પ્રવાસ કર્યો છે. કાશ્મીરમાં કલમ 370 રદ થયા બાદ કિરણ પટેલની કાશ્મીરમાં અવર જવર વધી ગયાનું સુત્રો જણાવી રહ્યા છે.
પીએમઓના એડીશનલ ડાયરેકટરનો નકલી હોદો ધારણ કરી કાશ્મીર અને દિલ્હીની વાંરવાર મુલાકત લઇ ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર મહાઠગ કિરણ પટેલ સાથે રાજકીય નેતા અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની શંકા સાથે નેશનલ ઇન્વેસ્ટીગેશની દ્વારા તપાસનો દોર સંભાળવામાં આવ્યો છે. કિરણ પટેલે કાશ્મીર અને દિલ્હી સિવાય ઉતરાંચલમાં કેદારનાથ અને હરીદ્વારની પણ મુલાકાત કરી હતી ત્યારે ત્યાં ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી કે કેમ તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આજે કિરણ પટેલની જામીન અરજીની સંભવત સુનાવણી છે. ત્યારે કાશ્મીર પોલીસે ગુજરાત સીએમ કાર્યાલયના પીઆરઓના પુત્ર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. કિરણ પટેલનો કાશ્મીરમાં જામીન પર છુટકારો થયા બાદ ગુજરાત પોલીસ અમદાવાદ અને વડોદરાના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી તપાસ કરનાર છે.
હિતેશ પંડયા રાજકોટના જ છે. તેઓ 2002માં સીએમ કાર્યલયમાં પીઆરઓ તરીકે ગોઠવાયા બાદ પોતાના પુત્ર અમિત પંડયાને ભાજપ મિડયા સેલમાં ગોઠવી દીધો હતો. અમિત પંડયાએ કિરણ પટેલ સાથે મળી અનેક રાજયમાં કરેલી અવર જવર દરમિયાન ઝેડ પ્લસ સુક્ષા મેળવી હોવાનું સામે આવ્યું છે.