આવતીકાલે ફાઈનલ મેચ: ખરાખરીનો ખેલ જામશે વિજેતાઓને કરાશે ઈનામ વિતરણ

રાજકોટ ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ એસોસીએશન, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તથા સુરક્ષા સેતુના ઉપક્રમે ચોથી સ્ટેટ રેન્કીંગ ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ત્યારે વિવિધ જીલ્લાઓમાંથી આવેલ બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર કૌવત દાખવ્યું હતુ. રાજકોટ રેલવેનાં જગજીવન રામ ઈન્સ્ટીટયુટના હોલમાં યોજાયેલ આ ટેનીસ ટુર્નામેન્ટમાં અમદાવાદના ખેલાડી ચીત્રાંગ ભટ્ટે જણાવ્યું હતુ કે ટેનિસમાં તેને અનેકસિધ્ધી મેળવેલી છે. હોગકોંગમાં યોજાયેલ ઈન્ટરનેશનલ ટેનીસ સ્પર્ધામાં તેને ભાગ લીધો હતો. આ ઉપરાંત સીલીગુરીમાં નેશનલ ઓપન ટેનીસ સ્પર્ધામાં સીલ્વર મેડલ મળ્યું છે. જયારે દિલ્હીમાં સ્કુલ નેશનલ ટેનીસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ છે. ભવિષ્યમાં આગવી વધી ભારતનું નામ રોશન કરવા ઈચ્છે છે હાલતે નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે.રાજકોટમાં સેન્ટમેરી સ્કુલમાં દશમાં ધોરણમાં ભણતા જૈનીલ મહેતાએ અન્ડર નાઈટીન ટેનીસ ગુજરાત ૨૦૧૬માં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત ઓપન સૌરાષ્ટ્રની કેશોદમાં યોજાયેલ ટેનીસ સ્પર્ધામાં તેને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો જયારે અત્યારની આ મેચમાં જૂનીયર પ્રથમ એઈટમાં તેનો સમાવેશ કરાયો છે.તે દિવસમાં ત્રણ કલાક ટેનીસની પ્રેકટીસ કરી રહ્યો છે. જયારે ૧૦માં ધોરણમાં ભણતી ચૈતાલી શાહે જણાવ્યું હતુકે, ક્રિકેટ ખોખો કબડ્ડી ગેમ સિવાય આ પણ એક એવી ગેમ છે. જેમાં એકસસાઈઝ થાય છે. હું બે વર્ષથી ટેનીસ ગેમ રમુ છું અને ખૂબજ મજા આવે છે.રાજકોટ ટેબલ ટેનીસ ફેડરેશનનાં પ્રમુખ નિલેષ નિમાવતે જણાવ્યું હતુ કે અન્ય રમતો કરતાઆ રમતમાં બાળકો વધુ રસ લઈ રહ્યા છે. ઈન્ડોર સ્ટેડીયમમાં રમી શકાય છે. વર્તમાનમાં પરિસ્થિતિએવી સર્જાઈ છે. કે કયાંય મોટા ગ્રાઉન્ડ નથી રહ્યા આથી બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુસર, આ મેચનું આયોજન કરાયું છે. રવિવારે ટેનીસ મેચના પાઈનલનું આયોજન કરાયું છે. અને સાંજે ૪ થી ફાઈનલ મેચ અને વિજેતાઓને ઈનામ વિતરણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.