આર્થિક વર્ગીકરણના આધારે અનામતના લાભની પ્રથા માટે હવે સંપત્તીની ચકાસણી અને પગાર ધોરણોની ચકાસણી કરાશે

બક્ષીપંચમાં આવતા ભારતીયઓએ સરકાર દ્વારા અપાવી વિવિધ યોજનાઓ માટે પોતાના આવક પ્રમાણપત્ર સાથે ક્રિમીલેયરના માપદંડો દર્શાવતા દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે. પરંતુ કેટલાક ઓબીસીમાં આવતા લોકો આ ક્રિમીલેયરના ‘મલાઇદારો’ બની ચૂકયા છે, જે ઓછી આવક દર્શાવતા કાગડીયા તૈયાર કરી નોકરી, ભણતર, સરકારી યોજનાઓની મલાઇ ખાઇ રહ્યા છે.

આમ કેટલાક જરુરીયાત મંદ લોકો લાભથી વંચીત રહી જાય છે. જયારે દેશના વિકાસ માટે અને કોઇ સમાજ, જ્ઞાતિ કે સમુદાયનું સ્તર ઉંચુ લાવવા અનામત કે પછી અમુક યોજનાઓ તૈયાર કરાય છે તેમાં ઓબીસીમાં આવતા લોકોમાં પણ બે ભાગ હોય તેના એક વર્ગ ખતમીધર તો એક વર્ગ ખરેખર જ‚રીયાત મંદ છે. જેમાં જરુરીયાત મંદ લોકો માટેની યોજનાઓ માટે ફરજીયાત એવા ક્રિમિલેયર સર્ટીફીકેટ  મેળવી લીલાલહેર કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઉભી થયેલી પ્રબળ માંગના પગલે નિષ્ણાતોની સમીતી દ્વારા ર૬ વર્ષમાં લાંબા સમયગાળા બાદ સૌપ્રથમ વાર ઓબીસીના ક્રીમીલેયરના માપદંડ માટેની સમીક્ષાની કવાયત હાથ ધરવામાં આવશે. ૧૯૯૩ થી અન્ય પછાત વર્ગમાં ક્રિમીલેયર ની અમલમાં લાવવામાં આવેલી પ્રક્રિયા અને તેને અમલીકરણ માટે છેલ્લા કેટલાક સમયથી સવાલ ઉભા થયા છે.

સરકારી નોકરીઓ માટે અને વિવિધ અભ્યાસક્રમોમાં પછાત વર્ગને અનામત આપવાની મંડલ પંચની ભલામણ સામે સુપ્રિમ કોર્ટે પછાત વર્ગની આર્થિક આંકલનની રીતે તેના અમલની પ્રશાદસમિતિ એ કરેલી ભલામણ મુજબ ક્રિમીલેયરે પ્રથા દાખલ કરવામાં આવી હતી.દેશભરમાં ચાલી રહેલી ક્રિમીલેયર પ્રથા સામે હવે સામાજીક ન્યાયલય માર્ચમાં રોજ સચિવ બી.પી.શર્માની અઘ્યક્ષતામાં એક સમીતી ની રચના કરી ક્રિમીલયીર પ્રથાના હાઇટેરીયાની સમીક્ષા કરી તેના રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.

ઓબીસીને આર્થિક વર્ગીકરણના આધારે અનામતના લાભ આપવાની આ પ્રથામાં હવે સંપતિની ચકાસણી, પગાર ધોરણ અને ઓબીસી પરિવારમાં વાલીઓની રાજય અને કેન્દ્ર સરકારમાં મળેલી નોકરીઓ અને જે પરિવારના વાલીઓ ખાનગી સેકટરમાં જોડાયેલા છે તેમને ક્રિમીલેયરમાં વર્ગીકરણ કરવાની જરુરીયાત છે. અત્યારની પ્રથામાં ખાનગી સેકટરમાં પ્રાપ્ત થતી રોજગારી ને અ,બ,ક,ડમાં વર્ગીકરણ કરવાની કોઇ જોગવાઇ ન હોવાથી ક્રિમીલેયર ક્રાઇટેરીયા માં પારદર્શકતા ભાવી શકવાની સમસ્યા હોવાનું અવલોકનમાં હાર  આવ્યું છે.

ક્રિમીલેયરની પ્રથા પ્રછાત વર્ગના બંધારણીય દરજજા મુજબ રાષ્ટ્રીયય પંંચ દ્વારા દાખલ કરવામાં આવી છે. ત્યારે તેના વિશાળ કાર્યક્ષેત્ર અને તેના અધિકારમાં વ્યાપકર્તાના ધોરણે સમીક્ષા થવી જોઇએ.આર્થિક પછાત વર્ગના અધિકારોના જતન માટે ૧પ દિવસમાં જ ક્રિમીલેયર પ્રથા અંગે સંપૂર્ણપણે સમીક્ષાત્મક અહેવાલ રજુ કરવાનું જણાવેલ છે.

આર્થિક પછાત વર્ગને નોકરી અને અભ્યાસનું ખાસ અનામતનું લાભ આપવા માટે ૧૯૯૩ થી ક્રિમીલેયર પ્રથા અમલ થયું છે. ત્યારે અત્યારે પરિવારના આર્થિક સ્ત્રોતમાં પરિવાર ના વાલીઓની કેન્દ્ર સરકાર અને રાજય સરકારની નોકરીઓ અને જે વાલીઓ ખાનગીક્ષેત્રમાં મર્યાદીત રોજગારી મેળવે છે તેમાં કોઇ તફાવત નથી. ર૬ વરસ પછી સૌપ્રથમ ક્રિમીલેયર વ્યવસ્થાની સમીક્ષા કરવાના સરકારના આદેશોથી અનામતના લાભ ધરાવતા વર્ગમાં કાફી હલચલ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.