પ્રથમ દાવમાં ૧૬૫ રનમાં ઓલઆઉટ થતા ટીમ પર દબાણ:બીજા દિવસના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર ૨૧૬/૫ : ૫૧ રનની લીડ
ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ સીરીઝ જીત્યા બાદ, વન્ડે સીરીઝમાં ટીમની હાર થઈ હતી, પરંતુ ૨ ટેસ્ટમેચ સીરીઝનો પ્રથમ મેચ.વેલીંગટનનાં વેસીન રીઝર્વ ખાતે રમાઈ રહ્યો છે.બેસીન રીઝર્વ ખાતે રમાઈ રહ્યો છે.બેસીન રીઝર્વ વીન્ડી ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખાઈ છે ત્યારે ભારતે તેના પ્રથમ દાવમાં માત્ર ૧૬૫ રન કરી પેવેલીપન પરત થઈ હતી.હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ છે કે હવે કોઈ ચમત્કાર જ ભારતને હાર માંથી બચાવી, શકે તેમ છે. ટીમમાં ટોપ ઓર્ડર બેટસમેન સસ્તામાં આઉટ થખઈ જતા જે સ્કોર થવો જોઈએ તે થઈ શકયો ન હતો.અને ટીમનાં અન્ય ખેલાડીઓ ઉપર-દબાણ આવ્યું હતું.
કોઈ પણ ટીમમાં ટોપ ઓર્ડર બેટસમેન જો નિષ્ફળ નીવડે તો તેની નુકશાની સમગ્ર ટીમે ભોગવી પડતી હોઈ છે.ત્યારે હવે ભારતીય ટીમે જો ગેમમાં રહેવુ હોઈ તો તેને ન્યુઝીલેન્ડને વહેલા સર પેવેલીપન પરત મોકવું પડશે અને ઓછી ન્યુઝીલેન્ડ પાસેથી લીડ મેળવી પરતને સારી લીડ આપવી પડશે તે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ૩ વિકેટે ૧૬૬ રન કર્યા છે. હેનરી નિકોલ્સ ૦ રને અને કેન વિલિયમ્સન ૭૫ રને રમી રહ્યા છે. વિલિયમ્સને ટેસ્ટ કરિયરની ૩૨મી ફિફટી મારી છે. રોસ ટેલર ઇશાંત શર્માની બોલિંગમાં સ્કવેર લેગ પર પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. ૧૦૦મી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ટેલરે ૭૧ બોલમાં ૬ ફોર અને ૧ સિક્સની મદદથી ૪૪ રન કર્યા હતા.
ટોમ બ્લેન્ડલ ૩૦ રને ઇશાંતની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા ટોમ લેથમ ૧૧ રને ઇશાંત શર્માની બોલિંગમાં ડાઉન ધ લેગ પંતના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ બુમરાહે ટોમ બ્લેન્ડેલ સામે કઇઠની અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો હતો. ભારતે રિવ્યુ ગુમાવ્યો.
ભારત પ્રથમ દાવમાં ૧૬૫ રનમાં ઓલઆઉટ થયું છે. કિવિઝ માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા કાઈલી જેમિસન અને ટિમ સાઉથીએ બોલ સાથે શાનદાર દેખાવ કરતા ૪-૪ વિકેટ ઝડપી હતી. ભારત માટે અજિંક્ય રહાણેએ સર્વાધિક ૪૬ રન કર્યા હતા. ૧૨૨/૫થી બીજા દિવસની શરૂઆત કરતા મહેમાન ટીમ ૪૩ રન જ જોડી શકી હતી. ઋષભ પંત ૧૯ રને રનઆઉટ થયો હતો, જ્યારે રવિ અશ્વિન ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. મોહમ્મદ શમીએ દસમા ક્રમે ૨૧ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
બીજા દિવસના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર ૨૧૬/૫ છે. ભારતના પ્રથમ દાવના આધારે કિવીઝે ૫૧ રનની લીડ હાંસલ કરી લીધી છે અને ૫ વિકેટ હાથમાં હોય મજબુત સ્થિતીમાં આવી ગયું છે.