212 રનનો લક્ષ્યાંક આપવા છતાં આફ્રિકાએ ભારતને સાત વિકેટે મ્હાત આપી
ઇન્ડિયન પ્રીમિયર લીગ પૂર્ણ થયા બાદ આફ્રિકા ટીમ ભારતના પ્રવાસ પર છે જ્યાં તે ભારત સાથે પાંચ ટી20 મેચની સિરીઝ રમશે. જેનો પ્રથમ મેચ ગઈકાલે દિલ્હી ખાતે રમાયો હતો જેમાં ભારતે 212 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ આફ્રિકા તરફથી મિલરની ઘાતક બાજીના કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે ભારતીય ટીમ તરફથી ઈશાન કિસને સર્વાધિક 76 રન નોંધાવ્યા હતા. પરંતુ તે બાદ ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ પણ પોતાનું યોગ્ય યોગદાન આપ્યું હતું પરંતુ તેમ છતાં આફ્રિકા સામે ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો.
મેચની શરૂઆત પહેલા છે ભારતીય ટીમને કે એલ રાહુલ અને કુલદીપ યાદવ ના રૂપમાં સૌથી મોટો ફટકો પડયો હતો જેની અસર ગઇકાલના મેચ ઉપર જોવા મળી હતી. આ વર્ષ 2022માં ટી-20માં સૌપ્રથમ પરાજય હતો. જીતવા માટેના 212ના ટાર્ગેટને સાઉથ આફ્રિકાએ 19.1 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે સાઉથ આફ્રિકાએ પાંચ ટી-20ની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. હવે શ્રેણીની બીજી ટી-20 12મી જુને કટકમાં રમાશે.
સાઉથ આફ્રિકાએ ધીમી શરૃઆત કરી હતી. બવુમા 10 રને આઉટ થયો હતો. પ્રેટોરિઅસે 13 બોલમાં 29 રન નોંધાવ્યા હતા, જેમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતા. જ્યારે ડી કોકે 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ 8.4 ઓવરમાં 81 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. જોકે ડેર ડુસેન અને મીલરે ભારતના હાથમાંથી બાજી આંચકી લીધી હતી અને ભારતને સાત વિકેટે પરાજય પણ આપ્યો હતો.