ગત વર્ષે કંપનીએ 7213 કરોડનો નફો થયો હતો
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે અનેકવિધ કંપનીઓ પોતાનું યોગદાન આપી રહ્યું છે એટલું જ નહીં પોતાના સારા યોગદાનના કારણે તેમના નફામાં પણ અનેક ઘણો વધારો જોવા મળે છે. અદાણી ની વાત કરવામાં આવે તો અદાણી પાવર દ્વારા પ્રથમ ક્વાર્ટર માં 115% નો ઉછાળો કરી 15000 કરોડ થી વધુ નો નફો રળયો છે જે ગત વર્ષના પ્રથમ ક્વાર્ટર માં 7,213 કરોડ રૂપિયાનો નફો થયો હતો. અદાણી પાવરના સંપર્ક સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે આખા દેશમાં વીજળીની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે.
તેના માટે આર્થિક ગ્રોથ તથા ગરમી બંને જવાબદાર છે. યુરોપના જિયોપોલિટિકલ તણાવના કારણે વૈશ્વિક બજારમાં ભાવમાં તીવ્ર વધારો થયો છે જેમાં કોલસો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો ભાવવધારો સામેલ છે. તેના કારણે ભારતમાં કેટલાક થર્મલ પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતાને પણ અસર થઈ છે. કોલસો અને ગેસ મોંઘો પડવાથી તેમના માટે મોટા પ્રમાણમાં વીજ ઉત્પાદન શક્ય નથી.
બીજી તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે અદાણી પાવરને પણ ઘણી ખરી અસર વૈશ્વિક વાતાવરણ ની સાથો સાથ સ્થાનિક મુદ્દે થઈ હતી. જેમાં એક કારણ તો એ છે કે ઇંધણમાં જે રીતે સતત ભાવ વધી રહ્યા હતા તેના કારણે ઉર્જા ક્ષેત્રમાં પણ તેની માઠી અસર જોવા મળી હતી પરંતુ સમયાંતરે સરકાર દ્વારા લેવામાં આવેલા યોગ્ય પગલાના આધારે આ પરિસ્થિતિમાંથી પણ દેશ બહાર આવ્યું હતું અને ફરી ઉર્જા ક્ષેત્રમાં ઉર્જા આવી હતી.
દેશના અર્થ વ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે ઉર્જા ક્ષેત્ર નું મહત્વ ખૂબ જ વધુ છે ત્યારે જે રીતે અદાણી પાવર સફળતાના શિખરો સર કરી રહ્યું છે તેને જોતા આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને પણ તેનો ઘણો ફાયદો મળી રહેશે. જણાવ્યું હતું કે તેમનું જે ઓપરેટિંગ પરફોમન્સ છે તે ઈમ્પોર્ટેડ કોલ ના ભાવ વધારાને લઈ થયું હતું પરંતુ હાલ સ્થિતિ કાબુમાં હોવાથી આવનારા સમયમાં કોઈ વધુ અસર નહીં પહોંચે.
જે રીતે પ્રથમ ક્વાર્ટરમાં જ કંપની દ્વારા નફો રડવામાં આવ્યો છે તે જોતા એવા સ્પષ્ટ છે કે કંપની આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે અનેકવિધ રીતે નવીનીકરણ અને આધુનિકરણ હાથ ધરશે.