દ.આફ્રિકાને ૧૦૪ રને હરાવતા ઘર આંગણે સતત પાંચમી વખત ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતતું ઈંગ્લેન્ડ
વિશ્વકપનો પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને દ.આફ્રિકા વચ્ચે રમાયો હતો. જેમાં ઓપનીંગ મેચમાં જ આફ્રિકાને ૧૦૪ રને હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. ઈંગ્લેન્ડ ઘર આંગણે વર્લ્ડકપની પ્રથમ મેચમાં અજય રહ્યું છે. ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩, ૧૯૯૯ અને ૨૦૧૯ એમ ઈંગ્લેન્ડે ઓપનીંગ મેચમાં જ જીત મેળવી છે. ૩૧૨ રનનો પીછો કરતા ૩૯.૫ ઓવરમાં ૨૦૭ રનમાં આફ્રિકાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
કવીટન ડીકોક અને વેન દુસેન સીવાય આફ્રિકાનો અન્ય કોઈ બેટ્સમેન રીધમમાં જણાતો ન હતો. ડીકોકે ૬૮ અને દુસેન ૫૦ રન કર્યા હતા. જયારે ઈંગ્લેન્ડ માટે જોફરા આર્ચરે ૩ વિકેટ, લીયમ પ્લમકેટ અને બેન સ્ટોકસે ૨-૨ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૫૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવી ૩૧૧ રન કર્યા હતા. જેમાં ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોકસે ૮૯ રન, મોર્ગને ૫૭ રન, જેસન રોયે ૫૪ રન અને જો રૂટે ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. આ પ્રથમ એવો પ્રસંગ છે જેમાં વર્લ્ડકપની એક જ ઈનીંગમાં ચાર બેટ્સમેનોએ ફીફટી ફટકારી છે. દ.આફ્રિકા માટે લુંગીગીડીએ ૩ વિકેટ, કગીસો રબાડા અને ઈમરાન તાહીરે ૨-૨ વિકેટ ઝડપી હતી. વિશ્વકપમાં પ્રથમ વખત એવી ઘટના ઘટી કે જેમાં આફ્રિકા વતી પ્રથમ બોલીંગ કરવા માટે કોઈ પેશર નહીં પરંતુ સ્પીનરે બોલીંગ કરી હોય.
વિશ્વકપમાં જે રીતે વાત સામે આવતી હતી કે, સ્કોર ખુબજ વિશાળ પ્રસપિત કરવામાં આવશે ત્યારે તેમાં ઈંગ્લેન્ડ દ્વારા ૩૧૧ રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. આફ્રિકા એક સમયે આ લક્ષ્યને સીદ્ધ કરશે તેવું પણ માનવામાં આવતું હતુ પરંતુ જે રીતે આફ્રિકાના બેટસમેનોએ પોતાની વિકેટો આપી દીધી તેને જોતા આફ્રિકાનો ૧૦૪ રની પરાજય થયો છે. ત્યારે ફરીથી સાઉથ આફ્રિકા પોતે ચોકર્સ હોવાનું પણ સાબીત કર્યું છે.