જ્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે કેટલાક લોકો આથીઁ કરી તે સધ્ધર નહિ હોવાથી પોતાના દિકરા-દિકરીઓના લગ્નમા થનારા ખચઁથી ખુબજ ચીંતામા આવી જાય છે. ત્યારે દેશ આઝાદ થયા વષોઁ વિતીગયા બાદ પણ હજુ કેટલાક સમાજ આથીઁક અને શૈક્ષણીક રીતે ખુબજ પછાત માનવામા આવે છે.
ત્યારે આથીઁક રીતે ભીંસમા હોવાથી પોતાના દિકરા-દિકરીઓના લગ્ન સમયે માતા-પિયા પોતાના પર દેવુ કરે છે જે દેવુ જીંદગી સુધી ભરાતુ નથી. ત્યારે દરેક સમાજ દ્વારા સમુહલગ્નના આયોજનથી પોતાના સમાજના કેટલાક મધ્યમ વગીઁઘરોને ખુબ જ સહાયતા મળે છે. ત્યારે આજે સુરેન્દ્રનગર દિવાન ફકીર સમાજ દ્વારા વઢવાણના ગેબનશાપીર દરગાહ ખાતે પ્રથમ સમુહલગ્નનુ આયોજન કયુઁ હતુ જેમા એક સાથે દશયુગલો લગ્ન ગ્રંથીએ જોડાઇ પ્રભુતા તરફ પગલા માંડ્યા હતા. દિવાન ફકીર સમાજ દ્વારા પ્રથમ સમુહલગ્નના આયોજનમા સુરેન્દ્રનગર, બોટાડ, રાજકોટ, અમદાવાદ, પાટણ સહિત રાજ્યના કેટલાક દુરશહેરોમા થી યુવાનો તથા યુવતિઓએ સમુહલગ્નમા નિકાહ કયાઁ હતા. આ સમુહલગ્નમા ઉપસ્થિત મુખ્યમહેમાનો માસૈયદ અનવરઅલી (UP) ,હાજીરજબશા ( બાપજીસરકાર ) સહિતના આગેવાનો ઉપસ્થિતરસ્યા હતા. જ્યારે દિવાનફકીર સમાજ યંગકમીટીના સભ્યો મયુદીનશાઇશ્માઇલશા દિવાન(ધ્રાગધ્રા), સાજીદશાદિવાન (બજાણા), હકીમશાદિનુશા(રતનપર), અશરફશાદિવાન(જોરાવરનગર), રહિમશાકમાલશા (બજાણા) સહિતના તમામ યંગકમિટી દ્વારા સમુહલગ્નના આયોજનમા ભારે જહેમત ઉઠાવી પ્રથમ સમુહલગ્નનુ આયોજન ખરેખર ખુબજ શરસ રીતે નિભાવ્યુ હતુ.