બાર એસો.ના ઉપપ્રમુખ પદનો મામલો સાંજ સુધીમાં ઉકેલાશે!
રાજકોટ બાર એસોસીએશન યોજાયેલ ચુંટણી બાદ મોડી રાત્રે જાહેર થયેલા પરિણામ બાદ ઉપપ્રમુખપદમાં ર૬ મતે હારેલા સી.એચ.પટેલફેર મતગણતરી માંગતા જયારે વિજેતા ઉમેદવાર બકુલ રાજાણીએ વિરોધ નોંધાવતા બાર એસોશીએનના રુલ્સ મુજબ આ મામલો બાર કાઉન્સીલમાં મોકલવામાં આવતા ચુંટાયેલા બકુલ રાજાણીના સમર્થકોએ હોબાળો મચાવતા નવા ચુંટાયેલા પ્રમુખ દ્વારા ઘીના ઠામમાં ઘી પડી જાય તે માટે સમજાવટના અંતે સી.એચ.પટેલ દ્વારા અરજી પરત ખેંચવાની બાંહેધરી આપી છે.
બાર એસો.ની ૨૦૧૮ની આજે પ્રથમ બેઠકમાં બકુલ રાજાણીના સાર્થકો દ્વારા હોબાળો મચાવી બુકલ રાજાણીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવા માંગ કરવામાં આવી હતી. પરંતુ પ્રમુખ અતિલ દેસાઇને પ્રથમ બેઠક માથાના દુ:ખાવા સમાન બની ગઇ હોય તેમ બકુલ રાજાણીના પ્રતિસ્પર્ધી સી.એચ.પટેલએ ફેર ગણતરીની આપેલી અરજી પરત ખેંચવા સમજાવટ કરવામાં આવી રહી છે. પરંતુ આ મામલે સી.એચ.પટેલને સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું સાંજ સુધીમાં મામલો થાળે પડી જશે તેવી આશા વ્યકત કરી હતી.