મા અંબાની આરાધના નવરાત્રી મહોત્સવ હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે, આ વર્ષે માઇભક્તોએ સંપૂર્ણ પણે સાત્વિક ધોરણે જાહેર ગરબા અને રાસ ઉત્સવ ના આયોજન વગર પરંપરાગત દર વર્ષે જ્યાં માં અંબાની આરાધના થતી આવે છે એ જ જગ્યાએ પરંપરાગત રીતે સંધ્યા ટાણે માં જગદંબાની આરતી પૂજન માતાજીની સ્તુતિ દ્વારા નવરાત્રી ઉજવણી કરવામાં આવી રહી છે… આ વર્ષે કોરોના મહામારી ના સંકટ વચ્ચે માય ભક્તિમાં જરા પણ ઓટ આવી નથી જાહેર હિતમાં સામૂહિક ધોરણે ભલે નવરાત્રી રાસ ઉત્સવ નથી યોજાતા પરંતુ માય ભક્તિ મા જરાપણ કસર રહી નથી
સર્વ મંગલ માંગલ્યે શિવે સ્વાર્થ સાધિકે !
શરણ યે ત્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે !!
હિંદુ સનાતન સંસ્કૃતિના ધરોહર એવા નવરાત્રિ મહોત્સવ આસો સુદ એકમથી લઈને નોમ સુધી આ ઉજવણી મા વ્રત ખુબ મહત્વ હોય છે માતાજી ના વ્રત સ્ત્રી પુરુષ બંને કરી શકે છે, જો કોઈ કારણસર વ્રત કરી શકાય તેમ ન હોય તો પતિ પત્ની પુત્ર અથવા બ્રાહ્મણને પ્રતિનિધિ બનાવીને વ્રત પૂર્ણ કરી શકાય છે, માતાજીની સ્તુતિ માં ભલે “દેવી શક્તિ”ની આરાધના નું મહત્વ હોય પરંતુ ભાવિકોની ભાવનામાં મહિલા -પુરુષ નો જરાપણ ભેદભાવ રહ્યો નથી માતા ની દ્રષ્ટિમાં મહિલા અને પુરુષ ની ભક્તિ પુણ્ય સમાનતાના ધોરણે આપવામાં આવે છે
આજે એક સાથે બે” તિથિ” ના સંયોગ હોવાથી સાતમ અને આઠમના બે નોરતા અને એક સાથે બે માતાજીના પૂજન નું યોગ ભાવિકોના ફાળે આવ્યું છે સાતમના દિવસે માતા કાલરાત્રિ નું પૂજન કરવાનું મહત્ત્વ છે, કાલરાત્રિ માતાજીના પૂજનથી “શત્રુ પર વિજય “મળે છે શત્રુ પર વિજય મેળવવો એ અસ્તિત્વ અને ધર્મનું રક્ષણ કરવા માટે અનિવાર્ય છે આજના જમાનામાં આસુરી શક્તિ, કુ વિચારો, દુરાચાર અને મનના અનિષ્ટ તત્વો ને શત્રુ ગણીને કાલરાત્રિ માતાજીના પૂજન દ્વારાઆત્મા અને દેહ શુદ્ધિ કરી શકાય ,આજે એક સાથે બે નોરતા નું યોગ સંયોગ છે આઠમના દિવસે મહાગોરી પૂજન કરવાથી નવનિધિ ની પ્રાપ્તિ થાય છે. હવે નવરાત્રી મહોત્સવ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે આ વર્ષે સંયમ અને સાત્વિક ધોરણે યોજાયેલી નવરાત્રી માં માઈ ભકતોએ ખરા અર્થમાં શાંત ચિત્તે જનકલ્યાણ અને સ્વકલ્યાણ ની પ્રાર્થના સાથે માતાજીની સ્તુતિ કરી છે, ઘણા ભક્તો ,સંતો મહંતો આ વખતની નવરાત્રિને સૌથી વધુ ,”પુણ્ય શાલી” અને ફળ આપનારી ગણે છે ,આજે કાલરાત્રિ માતાજી અને મહાગોરી માતાજીના પૂજન અનુષ્ઠાન થી શત્રુ વિજય અને નવ નિધિઓની પ્રાપ્તિ દરેક ભક્તો અને જીવ માટે સવિશેષ કલ્યાણકારી બની રહે તેવી માતાજી પાસે અભ્યર્થના