અંડર 25 સ્ટેટ-એ ટ્રોફીનો ફાઇનલ મેચ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાતે રમાઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી મધ્યપ્રદેશ સામે પ્રથમ બેટિંગ કરવાનું નિર્ણય લીધો છે. પ્રથમ 20 ઓવરના અંતે સૌરાષ્ટ્રની ટીમે તેના અપનારો ને ગુમાવ્યા છે જેમાં સૌરાષ્ટ્રના ઓપનાર તરીકે ઉતરેલા તરંગ ગોહેલ અને વિશ્વરાજસિંહ જાડેજા 3 અને 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. વન ડાઉન અને ટૂ ડાઉન તરીકે ક્રીઝ પર ઉતરેલા જય ગોહિલ અને હાર્વિક કોટકે બાજી સાંભળી લીધી છે જેમાં જય ગોહેલ અને હાર્દિક કોટક આક્રમક રમત દાખવી અર્ધ સદી ની નજીક પહોંચ્યા છે.
મધ્યપ્રદેશ તરફથી ઈશાન આફ્રિદી, ઋત્વિક દિવાન બેજ સફળ બોલરો સાબિત થયા કે જેઓએ એક એક વિકેટ ઝડપી. હાલ જે સ્થિતિમાં સૌરાષ્ટ્રની ટીમ જોવા મળી રહી છે તેને જોતા એવા સ્પષ્ટ છે કે ફાઇનલ મેચ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચે અને 20 ઓવરના અંતે 100 રનથી પણ વધુ રન ટીમે નોંધાવ્યા છે ત્યારે બાકી રહેતી 30 ઓવરમાં સ્કોર 250 ને પાર પહોંચી શકે છે કારણ કે હાલ મીડલ ઓર્ડર બેટ્સમેન પોતાનું પોત-કૃત પ્રદર્શન કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રની ટીમને મજબૂતી પણ આપી છે.સૌરાષ્ટ્રની ટીમમાં હજુ પણ ઘણા સારા એવા ખેલાડીઓ છે કે જે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સક્ષમ છે અને ટીમને જંગી સ્કોર સુધી પહોંચાડી શકે તેવી શક્તિ પણ ધરાવે છે.
સૌરાષ્ટ્ર ટીમની પ્લેયઈંગ ઇલેવન
આદિત્યસિંહ જાડેજા, દેવાંગ કરમટા, ગજ્જર સમર, હાર્વિક કોટક, જય ગોહિલ ( સુકાની ), પી. રાણા, પ્રણવ કારીયા, રિશી પટેલ, તરંગ ગોહેલ ( વિકેટકીપર ), વિશ્વરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ ડોડીયા.