નવનિયુક્ત અધ્યક્ષ ભાનુબેન તળપદાના અધ્યક્ષ સ્થાનેથી વર્ષ ૨૦૨૧-૨૨નું રૂ. ૨૪૨૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું
જિલ્લા પંચાયતમાં આજે ટર્મની અંતિમ અને અધ્યક્ષની પ્રથમ કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ૬.૨૫ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. આ સાથે નવનિયુક્ત અધ્યક્ષ ભાનુંબેન તળપદાના અધ્યક્ષ સ્થાનેથી વર્ષ ૨૦૨૧-૨૨નું રૂ. ૨૪૨૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતની ટર્મ આગામી તા.૨૧ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ પૂર્વે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. તાજેતરમાં જ અધ્યક્ષ તરીકે નિમાયેલા ભાનુંબેન તળપદાની આ પ્રથમ કારોબારી સમિતિની બેઠક હતી. જેમાં રૂ. ૬૨૫ લાખના વિવિધ વિકાસ કામો ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧ -૨૨નું રૂ. ૨૪૨૫.૪૧ લાખનું અંદાજપત્ર મુકવામાં આવ્યું હતું.
અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં આ પ્રમાણે જોગવાઈ કરવામાં આવેલ છે. જેના શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨ લાખની જોગવાઈ કરેલ છે. ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે ૫ લાખની જોગવાઈ કરેલ છે., વિકાસના કામો માટે ૭ કરોડ ૯૨ લાખની જોગવાઈ કરેલ છે., પ્રા. શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે ૧૦ લાખની જોગવાઈ કરેલ છે., પ્રા.શાલા કમ્પાઉન્ડનાં દરવાજાથી શાળા સુધી પેવિંગ બ્લોક માટે ૨૦ લાખની જોગવાઈ કરેલ છે., નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધના સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ માટે ૫ લાખની જોગવાઈ કરેલ છે., હૃદય રોગ, કેન્સર, કિડની, થેલેસેમીયા, બ્રેઈન ઈન્જરી, બ્રેઈન ટયુમર અને પેરાલીસીસ માટે સામૂહિકીતે સહાયમાટેની ૫ લાખની જોગવાઈ કરેલ છે., મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિકા સ્થાયી પ્રકારના ખર્ચ માટે ૧૫ લાખની જોગવાઈ કરેલ છે., આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખણીદવા માટે ૧૨ લાખની જોગવાઈ કરેલ છે., આંગણવાડી કેન્દ્ર તેમજ રંગકામ ભીત ચિત્રો તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણના પેઈન્ટીંગ બનાવવા અંગેના ખર્ચ માટે ૩૦ લાખનો જોગવાઈ કરેલ છે., પાક નિર્દેશક તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઈઓ અને ખેડુત હેલ્થ સેન્ટર અંગે ૩ લાખની જોગવાઈ કરેલ છે., સામાજીક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ તા.૧૫-૯-૨૦૧૬ના ઠરાવ મુજબના કામો માટે) ૬૫ લાખની જોગવાઈ કરેલ છે., વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે ૨૫ લાખની જોગવાઈ કરેલ છે., જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિકના પરિવારને રૂા.૧ લાખ ચૂકવવા ૫ લાખની જોગવાઈઓ કરેલ છે.