વિદ્યાથીર્નીઓએ લીધો ઉમંગભેર ભાગ: ‘વકા વકા’ ગીત પર કર્યો ડાન્સ
એમ.જે.કુંડલિયા કોલેજ દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્ટુડન્ટ ઓફ ધ યર ૨૦૧૭-૧૮ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, ડો.દર્શિતાબેન શાહ વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન સદગુરુ મહિલા કુંડલિયા કોલેજના પ્રિન્સીપાલ ડો.અર્જુનસિંહ રાણાએ જણાવ્યું કે, કોલેજની બધી જ વિદ્યાર્થીની બહેનો સંસ્કારનું સિંચન થાય તેમની પર્સનાલીટીનું ડેવલોપમેન્ટ થાય અને સમાજની અંદર એ દિકરી એક ઘર નહીં પણ બે ઘર તારે એવી ભાવના સાથે અહિંયા તેમને એકેડેમીક, સ્પોર્ટસ, કલ્ચર, સમાજ તેમજ તેમને કઈ કઈ બાબતોનું અને ચોપડી સિવાયનો તેમનો વિકાસ થાય વગેરે શિખવવામાં આવે છે.
વધુમાં જણાવ્યું કે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ક્રિકેટ ટીમ સંભાળી ચુકયો છું. અત્યારે સ્પોર્ટસમાં સ્ત્રીઓ પણ આગળ છે. જેવી કે સાનિયા, મિર્ઝા, મેરી કોમ વગેરે અત્યારે દિકરા કરતા દિકરી આગળ નિકળી ગઈ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર છેલ્લા પાંચ વર્ષથી અમારી સંસ્થા કરે છે. સ્ટુડન્ટસની અંદર રહેલી પ્રતિભાઓ ખિલવવાની પ્રવૃતિઓ થાય છે. અમે છેલ્લા ૩ માસથી માર્ગદર્શન આપીએ છીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન કુંડલિયા કોલેજની વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમણે વકા વકા ગીત પર ડાન્સ કર્યો છે અને તેમને ખુબ જ આનંદ થયો છે. અબતક સાથેની વાતચીત સદગુરુ મહિલા કુંડલિયા કોલેજના મેનેજમેન્ટના ટીચર ચાર્મી બદાણીએ જણાવ્યું કે, અમે સ્ટુડન્ટ ઓફ ધ યર છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ. આ ઈવેન્ટ ટી.વાઈ બી.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ અરેન્જ કરી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર ત્રણ રાઉન્ડમાં થાય છે. પેલા રાઉન્ડમાં વિવિધ કોલેજની ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. બીજા રાઉન્ડમાં ૧૫૦ વિદ્યાર્થીનીઓ સિલેકટ થયા હવે આજ ગ્રાન્ડ ફિનાલેમાં ૨૦ વિદ્યાર્થીઓ સિલેકટ થઈ છે. વિદ્યાર્થીનીઓની છ, સાત મહિનાની મહેનતનું આ ફળ છે અને મને તે ખુબ જ આનંદ થાય છે.