• સિંગર ગોવિંદ ગઢવી,આરતી ભટ્ટ અને રિયાસ કુરેશીએ અવનવા ગરબા ગાઈ ખેલૈયાઓને મજો કરાવી દીધો
  • શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા તથા પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ઘવા બન્યા મોંઘેરા મહેમાન
  • ઇમરાન કાનીયાએ ડાક વગાડી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા

માતાજીના પાંચમા નોંધે અબતક રજવાડી ના ગાયક કલાકાર ગોવિંદ ગઢવી,આરતી ભટ્ટ અને રિયાસ કુરેશી દ્વારા માતાજીના ડાકલા જેવા કે, ગોવિંદ ગઢવી,આરતી ભટ્ટ અને રિયાસ કુરેશી, રમવા આવો માડી રમવા આવો,માંના પાવા વાગે માંના ભુવા ધુણે માંના પગલાં પડે ટળે દુખડા અને કોણે માર્યો તારો દાવો…હે મારી દશામા નો દાવો… જેવા ગીતો ગાઈ લઈ આવોને રંગે ચડાવી ગરબે ઘુમાવ્યા હતા. જ્યારે ઇમરાન કાનીયાએ ડાકલા વગાડી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

DSC 4652

જેવું નામ તેવું કામ અબતક રજવાડી નું છે. અરે ગરબે ઘૂમતા ખેલૈયાઓના જાણે રજવાડી ઠાટ હોય તેમ હરરોજ અલગ અલગ રજવાડી પોશાક પહેરી માતાજીની આરાધના કરી ગરબે ઘૂમતા હોય છે. અવનવા ટ્રેડિશનલ રજવાડી પોશાકો પહેરીને ખેલૈયાઓ ગરવે રમતા હોવાથી નિર્ણયો કોને પણ ઘડીક વાર વિચારોમાં મૂકી દે છે કે કયા ખેલૈયાઓનો વેલ ડ્રેસ છે. ‘અબતક રજવાડી’ ના આંગણે મોંઘેરા મહેમાનો થઈ શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા અને રમેશભાઈ ધવા આવ્યા હતા. અને માતાજીના દર્શન કરી ખેલૈયાઓનાના જુસ્સાને વધાર્યો હતો.

 

‘અબતક ’ સાથેની ખાસ વાતચીતમાં વિનુભાઈ ઘવાએ જણાવ્યું કે બે વર્ષ બાદ આ નવરાત્રીએ ખેલૈયાઓને ગરબે રમવાનો મોકો મળ્યો છે.ત્યારે ’અબતક રજવાડી’ ના રાસ ઉત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા છે. અને ખેલૈયાઓનો ઉત્સાહ નિહાળીને અમે પણ આનંદ થાય છે.ત્યારે અબતક મીડિયા અને અબતક રજવાડી ના સંયુક્ત ઉપક્રમે રાસ ઉત્સવમાં ખેલૈયાઓ કંઈ પણ ઘટવા દેતું નથી.

DSC 4684

ઉપરાંત વધુમાં જણાવ્યું હતી કે, અહીંનું વાતાવરણ જોઈ આનંદ થઈ રહ્યો છે અને અહીં ચુસ્ત વ્યવસ્થા ના ભાગે ખેલૈયાઓને ગરબે ઘુમાડવામાં આવી રહ્યા છે.

DSC 4692

માડી જગદંબાના પાંચમા નોરતે ’અબતક રજવાડી’ના રાસ ઉત્સવમાં 14 જેટલી ગૃહિણીઓ સુશોભિત ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી ગરબાના તાલે ઘુમિ હતી અને જ્યારે ગૃહિણીઓએ જણાવ્યું હતું કે બે વર્ષ સુધી નોરતાની આતુરતાપૂર્વક રાહ જોયા બાદ આજે મન મૂકીને રમવા માટે મળ્યું છે. પાંચમા નોરતે પ્રિન્સ અને પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓને અબતક રજવાડી દ્વારા લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.