રાહુલ, સોનિયા, રાજનાથ, સ્મૃતિ, રાજ્યવર્ધન, અર્જુનરામ મેઘવાલ સહિતના મહાનુભાવોના ભાવિ ઇવીએમમાં સીલ થશે
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચુંટણીઓ યોજાઇ રહી છે. સાત તબકકામાં યોજાનારી ચુંટણીના પાંચમાં તબકકા માટે આજે સાત રાજયોની પ૧ બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. જેમાં ઉતર પ્રદેશની ૧૪ બેઠકો, રાજસ્થાનનાી ૧ર બેઠકો, પશ્ચિમ બંગાળ, મઘ્વપ્રદેશની ૭-૭ બેઠકો, બિહારની પ બેઠકો, ઝરાખંડની ૪ બેઠકો જયારે જમ્મુ-કાશ્મીરની બે બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ર.૧૪ની લોકસભા ચુંટણીમાં આ પ૧ બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો મેળવી હોય ભાજપ માટે આ મતદાન ભારે મહત્વપૂર્ણ મનાય રહ્યું છે.
મતદાન પ્રારંભ થયાના પ્રથમ બે કલાકના પ્રાપ્ત આંકડાઓ મુજબ પશ્ચિમ બંગાળની સાત બેઠકો પર સૌથી વધુ ૧૪-૪૯ ટકા મતદાન, જયારે ઝારખંડની ૪ બેઠકો પર ૧૩.૪૬ ટકા, રાજસ્થાનની ૧ર બેઠકોમાં ૧૩.૩૮ ટકા, મઘ્યપ્રદેશની ૭ બેઠકો પર ૧૧.૮૨ ટકા, બિહારની પ બેઠકો પર ૧૧.૫૧ ટકા, ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો પર ૯.૮૨ ટકા જયારે જમ્મુ કાશ્મીરની બે બેઠકો પર સૌથી ઓછું ૦.૮ ટકા મતદાન થવા પામ્યું હતું.
કાશ્મીરના પુલવામામાં મતદાનને દરમ્યાન ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ આ હુમલામાં કોઇપણ જાનહાની થવા પામી નથી. મતદાન દરમ્યાન અનેક મતદાન મથકો પર ઇવીએમ મશીનો બગડી જવાની ફરીયાદો ઉઠવા પામી હતી. જેના કારણે ઇવીએમ બદલવા જતા મતદાન રોકવું પડયું હતું. પાંચમા તબકકાના મતદાનમાં એક કરોડ અને ૬૭ લાખ મતદારો અનેક દિગ્ગજ નેતાઓ સહીત ૮૩ ઉમેદવારોનું ભાવિ નકકી કરનારા છે.
પાંચમાં તબકકા માટે ૧૩ હજાર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના સીમા વર્તી વિસ્તાર ભારત -બાંગ્લાદેશના સરહદીય વિસ્તારમાં સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ૬૯૫ જેટલા મતદાન મથકોને અંતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચુંટણી પંચ દ્વારા ૯૪ હજાર મતદાન મથકો માટે સઘન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.પાંચમાં તબકકાના આજના મતદાનમાં વરિષ્ઠ રાજકીય મહાનુભાવોમાં રાજાનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાનીનું ભાવિ ઘડનારુ આ મતદાન તબકકો દેશભરમાં રાજકીય મીટ મંડાઇ છે.
૨૦૧૪માં ભાજપે આજે યોજાય રહે છે ૫૭ લોકસભાની બેઠકમાંથી ૪૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી અને તૃણમુલ કોંગ્રેસના ભાગે સાત બેઠકો આવી હતી. આજે યોજાય રહેલા પાંચમાં તબકકાના મતદાન બાદ ૪૨૪ બેઠકો પર ચુંટણી સંપન્ન થઇ જશે બાકી રહેનાર ૧૮ બેઠકો પર અંતિમ બે તબકકા ૧ર અને ૧૯ મેએ ચુંટણી યોજાશે.
૨૦૧૪માં રાયબરેલીમાંથી સોનિયા ગાંધી અને અમેઠીમાંથી રાહુલ ગાંધીના રુપમાં ફકત બે જ બેઠકો મળેવી હતી. અને ૮૦ બેઠકો માંથી સુપડા સાફ થઇ ગયા હતા. બસપા, પાંચ બેઠકો પર ચુંટણી લડી રહ્યું છે. અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ સામે બસપાએ કોઇ ઉમેદવાર મુકયા નથી કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ લખનઉમાંથી અનેે તેમના સાથી મંત્રી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી સામે અમેઠીમાંથી ચુંટણી લડી રહ્યા છે. બે પૂર્વ ઓલોમ્પિક ખેલાડીઓ એક પૂર્વ આઇપીએસ આ ચુંટણીમાં કિસ્મત અજમાવી રહ્યા છે જેમાં રાજવર્ધન રાઠોડ ભાજપ અને ક્રિષ્ના દુનિયા કોંગ્રેસમાંથી જયપુર ગ્રામ્ય વિસ્તારમાંથી ચુંટણી લડી રહ્યાં છે.
આજના આ ચુંટણી જંગ દેશના રાજકારણમાં અનેક રીતે મહત્વનું બની રહ્યું છે. આઇએએસ અધિકારી અર્જુન રામ મેધવાલ તેના પિતરાઇભાઇ અને કોંગ્રેસના ઉમેદવાર મંડન ગોપાલ સામે ચુંટણી લડી રહ્યા છે. પૂર્વ આઇપીએસ સુમેદાનંદ સરસ્વતિ અને બાબા બાલકનાથ શિકાર અને અલવર ની બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે.બિહારમાં એનજીપીના રામવિલાસ પાસવાની અને લાલુપ્રસાદ યાદવના ગઢ ગણાતછ હાજીપીર અને સરીન પર ચુંટણી યોજાઇ રહી છે.
જમ્મુ-કાશ્મરીના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફતી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જી.એ.મીર વચ્ચે અંનતનાગમાં જંગ જામ્યો છે. લડાખમાં ૪ ઉમેદવારો વચ્ચે જંગ છે. આ લખાઇ રહ્યું છે તયારે પાંચમાં તબકકાના મતદાનમાં વહેલી સવારથી જ તમામ ૫૧ બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો છે. મઘ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના બૈતુલમાં ૪ર ડીગ્રી તાપમાનમાં ૮ કલાકનું મતદાન મોટાભાગના લોકો તેમના ઉમેદવારોના નામ જાણતા હોતા નથી. પરંતુ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વચ્ચેનો જંગ હોવાનું સૌ જાણે છે. ચુંટણી પંચ દ્વારા રમઝાનના તહેવારોને અનુલક્ષી સવારે વહેલું મતદાન ગોઠવવાની માંગને ફગાવી દીધી હતી. આગામી ત્રણ તબકકામાં મતદાન વહેલી સવારે સાત વાગ્યાને બદલે સાડચારથી પાંચ વાગ્યે મતદાન શરુ કરી દેવાની માંગ કરવામાં આવી હતી.
રમઝાન મહિનામાં મુસ્લિમો વહેલી સવારે સેફરી માટે ઉઠતાં હોય અને આખો દિવસ રોઝા પાડતા હોવાથી ભારે તડકાના આ સમયમાં રોઝદારો માટે મતદાનનો સમય વહેલો રાખવાની માંગણી ધારાશાસ્ત્રી મોહમ્મદ નિઝમુદ્દીન પાસાએ જાહેર હિતની અરજીના રુપમાં કરી હતી. જેને ચુંટણી પંચે ફગાવી દીધી હતી.
મુસ્લિમો વ્હેલી સવારે ત્રણ અને ચાર વાગ્યે સેહરી માટે ઉઠે અને આખો દિવસ નિજલ ઉપવાસ રાખતા હોવાથી તેમને તડકામાં મુશ્કેલી થશે. તેથી મુસ્લિમો માટે સવારની નમાઝ પછી મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ઉપવાસીઓને ગરમી અને તડકાની અસર ન થાય ચુંટણી પંચે આ માંગણીનો સ્વીકાર અશકય હોવાનું જણાવી વહેલું મતદાન કરાવવાથી ચુંટણીની કામગીરી લંબાઇની ૮ કલાકથી ૧૧ કલાક થઇ જાય.
અને ચુંટણી કર્મચારીઓને પંદરથી ૧૬ કલાક કામ કરવું પડે, મતદાન પહેલા ચુંટણી કર્મચારીઓને ઇવીએમની મોકગવોટિંગ અને પોલીંગ એજન્ટોની હાજરીમાં મશીનનોની ચકાસણી કરવા માટેની કામગીરીમાં પોલીંગ એજન્ટોને બે થી ત્રણ કલાક વહેલું હાજર થવાનું હોય છે. ચુંટણી પંચે આ તમામ સંજોગોને ઘ્યાને રાખી રમઝાનમાં આવનારા ત્રણ તબકકાઓમાં વહેલી સવારે સાડા ચારથી પાંચ વાગ્યાથી જ વહેલું મતદાન કરાવવાની માંગણીનો અસ્વીકાર કર્યો હતો.