કાગવડમાં હજારો મહિલાઓએ ચૈત્રી નવરાત્રીના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો: માં ખોડલના ૮૫ હજાર મંત્ર જાપ કરાયા
હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. ચૈત્ર સુદ એકમથી લઈને નોમ સુધી ભક્તો માતાજીની વિશેષ પૂજા કરે છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જેથી રાજ્યમાં ઠેર ઠેર ચૈત્રી નવરાત્રીની દબદબાભેર ઉજવણી થઈ રહી છે.
ત્યારે ચૈત્રી નવરાત્રીમાં વિશેષ રીતે રીતે ઉજવણી કરવાનું આયોજન દર વર્ષની જે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ ભક્તિમય કાર્યક્રમો થકી મા ખોડલની આરાધના કરાઈ રહી છે. પાંચમાં નોરતે પણ મા ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ખોડલધામ ખાતે મા ખોડલની વિશેષ પૂજા અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને દરરોજ હજારો મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહી છે.
પાંચમાં નોરતે જેતપુર, ચાંદલી અને તોરી અને રાજકોટ મહિલા સમિતિની મોટી સંખ્યામાં મહિલાઓ ખોડલધામ ખાતે આવી હતી અને રંગોળી, રાસ-ગરબા, કિર્તન અને માતાજીને ચુંદડીઓ અર્પણ કરી હતી.
જેતપુર, ચાંદલી અને તોરીથી આવેલી મહિલા સમિતિની બહેનોએ માતાજીને ચુંદડી અર્પણ કરી હતી અને ખોડલધામ મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી.
ખોડલધામમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ મા ખોડલના મંત્ર જાપ કરવામાં આવી રહ્યા છે. ઓમ ખોડિયાર માતાય નમ: ૮૫ હજાર જેટલા મંત્ર જાપ પાંચમાં નોરતે કરવામાં આવ્યા હતા. મંત્ર જાપના કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ કરવાનું આયોજન કરાયું છે.
ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી મહિલા સમિતિ દ્વારા આયોજિત ભક્તિમય કાર્યક્રમોની સાથે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પણ મા ખોડલના ધામમાં આવી રહ્યા છે. જેથી કાર્યક્રમમાં આવનાર બહેનો અને દર્શનાર્થીઓને કોઈ દુવિધા ઉભી ન થાય તે માટે ખોડલધામ મહિલા સમિતિની બહેનો સતત ખડેપગે હોય છે.