પ્રજ્ઞા સભાનાં ઉપક્રમે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વેબિનાર
પ્રજ્ઞાસભાનાં ઉપક્રમે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં સંશોધન કરતા કાર્યકર્તાઓ સમાજલક્ષી સંશોધનનાં માધ્યમથી ભારતીય આત્મનિર્ભય સંશોધન કરે અને ઉધોગો-સંશોધન વચ્ચે સેતુ રચાય તે પરિપેક્ષમાં સોફટવેર ઈન્ડસ્ટ્રીઝનાં અમદાવાદનાં નિષ્ણાંત શ્રી હરીશચંદ્ર રાણા મારફત વિજ્ઞાન ટેકનોલોજી વિષયમાં સંશોધન સાથે સંકળાયેલા તજજ્ઞો માટે નિ:શુલ્ક વેબ-બેઈઝ સેમીનારનું આયોજન કરાયેલ હતું. સાયબર સિકયુરીટી અને ઈર્ફોેમેશન પ્રોટોકોલનાં તજજ્ઞ આઈએસઓ ૨૭૦૦૧ (આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ) ઉપર દેશ-વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓનું સિકયુરીટી ઓડીટ, ટેનીંગ તથા ક્ધસલ્ટન્ટનો ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા ઈન્ડસ્ટ્રીઝ એકસપર્ટ મારફત સંશોધનના જુદા-જુદા આયમો સંદર્ભે ભારતીય આત્મનિર્ભર અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
વેબીનારમાં તજજ્ઞ રાણાએ ઓપન સોર્સ સોફટવેર લાઈનકસ, માય એકસુઝીલ, વીસેટ વગેરેની માહિતી આપતા જણાવેલ કે ઈનફોર્મેશન ટેકનોલોજીનાં આ યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિકયુરીટીનાં પ્રોટોકોલનાં ભાગરૂપે આઈએસઓ ૨૭૦૦૧ સર્ટીફિકેટસની શરૂઆત થયેલ છે. તેમને ૨૦૦૮માં ઉપલબ્ધ ચાઈનીઝ મોટર સાઈકલ અંગે માહિતી આપતા જણાવેલ કે ભારતનાં યુવાન રાજીવ બજાઝે ૧૦૦ ઈજનેરોની ટીમ બનાવી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ મારફત ૨૦૧૮માં ભારતને ટુ વ્હીલરનું હબ બનાવી વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડેલ છે તેમને ઉદાહરણ સાથે જણાવેલ કે દેશની બજાજ અને ટીવીએસ ઓટો કંપનીએ બાંગ્લાદેશ, યુરોપ વગેરે દેશોમાં કેટીએમ ઓટોથી બી.એમ.ડબલ્યુને પણ ટકકર મારે તેવી સફળતા પુરવાર કરી છે, જે ભારતીય આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે. અત્યારે ચાઈનીઝ ટુ વ્હીલરનો ની એકપણ માર્કેટમાં અસ્તિત્વ નથી.
રાણાએ મોબાઈલ ટેકનોલોજીનાં ઉદાહરણ સાથે જણાવેલ કે, વિશ્વની મોટાભાગની મોબાઈલ કંપનીની પી.સી.બી. અમદાવાદ, બેંગલોર, હૈદરાબાદ ખાતે બની રહી છે. સોફટવેર ક્ષેત્રમાં તો વિશ્વમાં ભારતનાં યુવાનો ડંકા વગાડી નંબર-૧નું સ્થાન ધરાવે જ છે. તેમને પોઈન્ટ ઓફ સેલ ડીવાઈઝડનું ઈઝી પેનું ઉદાહરણ આપી જણાવેલ કે આઈ.આઈ.એમ.ના બે વિદ્યાર્થીઓના આઈડીયાથી તૈયાર થયેલ ઈઝી પે સિસ્ટમમાં આજે આધારકાર્ડ સાથે લીકેજ કરી લોકડાઉન સમયમાં પ્રોવિઝન સ્ટોર, મેડિકલ સ્ટોર, પેટ્રોલ પંપ વગેરે જગ્યાએથી પૈસા ઉપાડવાનું શકય બન્યું છે.
તેમને પોતાના પીઓએસનાં કાર્યની માહિતી આપેલ હતી અને જણાવેલ કે પૈસા નિકાલ પ્રકલ્પથી જાણીતી આ ટેકનોલોજી સ્વદેશી બની છે.
રાણાએ ઇન્ડિયન બેકીંગ ઓનલાઈન સિસ્ટમ દુનિયાની સૌથી સફળ અને સિકયોર સીસ્ટમ છે.
ઈન્ફોસીસનાં માધ્યમથી તૈયાર થયેલ ફેનલેન સીસ્ટમની વિશ્વમાં અનેક ડેવલોપ દેશોમાં ડિમાન્ડ છે. કાર્યક્રમમાં પ્રજ્ઞાસભાનાં રાજુભાઈ માંડવીયા, હિતેન્દ્રભાઈ જોશી, ડો.મનીષભાઈ શાહ, ડો.કનેરીયા, દીપકભાઈ ભટ્ટી, દેવીતભાઈ ધ્રુવ વગેરે તજજ્ઞો જોડાયા હતા. કાર્યક્રમમાં મહેમાનોનો પરિચય ડો.નિકેશભાઈ શાહ અને આભારવિધિ ડો.કૌશિકભાઈ ઠુંમરે કરેલ હતી.