ભારતે મેઇક ઇન ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા તરફ ઉંચી છલાંગ લગાવવાની સાથે તેનાથી પણ આગળ વધીને બીજા દેશોને મેઇક ઇન ઇન્ડિયા પ્રોડક્ટનું ઘેલું લગાડવાનું શરૂ કર્યું છે. તેમાંય ખાસ ભારતે સંરક્ષણ સાધનોનું બમ્પર ઉત્પાદન કર્યું છે.
તેની નિકાસમાં પણ ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એક સમયે વિદેશમાં બનતા હથિયારો ઉપર ભારત નિર્ભર રહેતું હતું પણ હવે ચિત્ર બદલાયું છે. અનેક દેશોમાં ભારત પોતાના શસ્ત્રો વેચે છે.
એક સમયે વિદેશી હથિયારો વાપરતા, હવે વિદેશો આપણા હથિયારો વાપરે છે!
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ સતત વધારી દીધી છે. ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધી ભારતે 6,052 કરોડ રૂપિયાના ડિફેન્સ ઉપકરણો, સબ સિસ્ટમ્સ, પાર્ટ્સ અને કમ્પોનેન્ટની નિકાસ કરી છે.
છેલ્લાં પાંચ વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં કુલ ડિફેન્સ એક્સપોર્ટ 52000 કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. ડિફેન્સ એક્સપોર્ટમાં ખાનગી સેક્ટરની ભાગીદારી મહત્ત્વપૂર્ણ રહી છે
જેનાથી નિકાસમાં ભારે વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી કુલ એક્સપોર્ટમાં ખાનગી સેકટરની ભાગીદારી બે તૃતીયાંશ થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષોમાં તે 45% થી 90% સુધી રહી હતી. લગભગ 80 દેશ ભારતથી ડિફેન્સ ઉપકરણોની આયાત કરે છે.
ભારત નાણાકીય વર્ષ 2023-24 થી 2029-30 વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 143 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. રેટિંગ એજન્સી ક્રિસિલે કહ્યું કે આ રકમ ગત સાત વર્ષોમાં ખર્ચાયેલા 67 લાખ કરોડ રૂપિાયની તુલનાએ બમણાથી પણ વધુ છે. દર વર્ષ અનુસાર નિકાસની વાત કરીએ તો ભારતે 2019-20 માં 9,116 8,007, 2020-21 માં 8,435 7,27, 2021-22 માં 12, 815 5,965, 2022-23 માં 15,918 9,050, 2023-24 માં અત્યાર સુધી 6,052 3,741 કરોડ રૂપિયાના હથિયારોની નિકાસ કરી છે.