સમાજ અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જ્ઞાતિજનોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા બહોળા પ્રમાણમાં ઉમટી પડવાનું આહવાન કર્યું
રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પહેલીવાર ઐતિહાસીક અલૌકિક અને અદ્વિતીય શિવ ઉત્સવ તા.૩૧ સુધી યોજાનાર છે. જેમાં વિધિ વિધાનથી સ્થાપિત ‚દ્રાક્ષના શિવનું સ્થાપન કરી દરરોજ મહાપૂજા મહાયજ્ઞ, મહા આરતી કરવામાં આવી રહી છે. તથા સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિશ્ર્વકર્મા સુથાર લુહાર સમાજ પણ ઉત્સાહથી શિવ આરાધનામાં ભાગ લેવાનો છે. વિશ્ર્વકર્મા સુથાર-લુહાર આજરોજ સાંજે ૭ કલાકે ભગવાન શિવની મહાઆરતી કરશે. આ પ્રસંગે મહાઆરતી, મહાપ્રસાદ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધારેલા વિશ્ર્વકર્મા સમાજનાં અગ્રણીઓ યોગીનભાઈ છનીયારા, અનિલભાઈ ખંભાયત, સંજયભાઈ કથ્રેચા, દેવાંગભાઈ ગજજર, વિપુલભાઈ અખીયાણીયા, શૈલેષભાઈ વેકરીયા, દેવભાઈ ભારદીયા, અશોકભાઈ અધેરા, દિનેશભાઈ દુદકીયા, મનીભાઈ દસાડીયા, કિરીટભાઈ જોલાપરા, મુકેશભાઈ કરગથરા, પ્રકાશભાઈ ભારદીયા, ભાવેશભાઈ પીત્રોડા, હિતેષભાઈ પીત્રોડા, સમીરભાઈ પરમાર, મનોજભાઈ મકવાણા, યોગેશભાઈ સોલંકી, પ્રવીણભાઈ આસોડીયા, નિકુંજભાઈ પરમાર અને બ્રિજેશભાઈ પરમારે જ્ઞાતિજનોને બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આહવાન કર્યું હતુ.