રાજકોટના મણીયાર જીનાલય ખાતે માણીભદ્રદાદાના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આપ્રસંગે જૈન સમાજના લોકો દ્વારા માણીભદ્રદાદાને સુખડીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. અને ભગવાનની પૂજા અને દર્શન કરી પ્રાગટોત્સવ ઉજવ્યો હતો. આ તકે મણીયાર દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈન ભકતો ઉપસ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન અપૂર્વભાઈ મણીયાર એ જણાવ્યું કે આજે માણીભદ્રદાદાનો પ્રાગટય દિવસ છે. આજના દિવસે અમારા મણીયાર જીનાલયમાં વર્ષોથી માણીભદ્રદાદાના પ્રાગટય દિન નિમિતે સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. અને હજારો ભકતો, ભાવિકો સાધર્મિકો દર્શનનો અને પૂજાનો લાભ લે છે.
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન