પર્વના ઉપવાસમાં બટેટા સાબુદાણાના પૂડલા પણ ખાઈ શકાય
દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ભકતો ઉપવાસ રાખી ભગવાન શિવજીની આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન ફળાહાર કે હળવો ફરાળી નાસ્તો કરી શકાય છે. શિવરાત્રીએ ફરાળમાં બટેટા સાબુદાણાના પૂડલા પણ ખાઈ શકાય છે.
સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ભગવાન શ્રી શિવજીના લગ્નના દિવસ મહાશિવરાત્રીની ભારે ભકિતભાવપૂર્વક થઈ રહી છે. જૂનાગઢમાં હજારો સંતો મહંતોસાધુઓ ભકતો મૃગીકુંડમાં સ્નાન કરશે. કેટલાક ભકતો આખો દિવસ ભગવાન શિવજીની ઉપાસના ધર્મધ્યાન ધરી નકોરડા ઉપવાસ કરે છે. તો કેટલાક ભકતો માત્ર ફળ જ ખાય છે. તો કેટલાક ભકતો બટેટા, સકરીયા વગેરે બાફીને વાનગી બનાવે છે તો અમુક ફરાળી વાનગી ખાઈ ઉપવાસ કરે છે.
મહાશિવરાત્રીના દિવસે મંદિરોને શરગારવામાં આવે છે. અને મંદિરમાં શિવલીંગને દૂધાભિષેક કરી બીલીપત્રો દૂધ ફળો ચડાવી આરાધના કરાય છે. ફરાળમાં મોટાભાગે બટેટા, સકકરીયા કે સાબુદાણાની વાનગી બનાવી ઉપયોગમાં લેવાય છે. આવી જ એક વાનગી છે. બટેટા સાબુદાણાના પૂડલા. બટેટા અને સાબુદાણા ઉપવાસ વખતે ફરાળમાં લઈ શકાય છે.
બટેટા અને સાબુદાણામાંથી પૂડલા બનાવીને ખાઈ શકાય સાથે સાથે દહી અને સીંગદાણાના ભૂકકાની ચટણી બનાવી ખાઈ શકાય છે. ઉપવાસમાં બટેટા સાબુદાણાના પૂડલા ખાવાથી આખો દિવસ શકિત અ નેજોમ જળવાઈ રહે છે. બટેટા, સાબુદાણાના પૂડલા કેમ બનાવી શકાય તે અંગેનો વિડિયો યુ ટયુબર રજૂ થયો છે.