ચાર તસ્કરોની ધરપકડ રૂ।.૨.૨૫ લાખનો મુદામાલ કબ્જે
મોરબી રોડ પર ઓવરબ્રીજ પાસે ઇમીટેશનના કારખાનામાં થયેલી ‚ા.૨.૫૦ લાખની બે દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઉકેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર તસ્કરોની ધરપકડ કરી તેની પાસેથી‚ રૂ. ૨.૨૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા સતનામ પાર્કમાં રહેતા પ્રવિણભાઇ કરશનભાઇ વિરાણીના ઓવરબ્રીજ પાસે આવેલા ઇમીટેશનના કારખાનાને બે દિવસ પહેલાં તસ્કરોએ નિશાન બનાવી રૂ.૨.૫૬ લાખની છ ડાઇ અને ૭૫ ડાયમંડના રોલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી. આઇ. એચ. એમ. ગઢવી, પી. એસ. આઇ. બી. ટી. ગોહિલ, પી. એસ. આઇ. સોનારા, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે ચોરીના ગુનામાં સંડોવાયેલા મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીના રવિ પરસોતમ ભાલુ, લાલપરી મફતીયાપરાના સુનિલ રમેશ ધરજીયા, મોરબી જકાત નાકા પાસે ૨૫ વારીયા કવાર્ટરના રાહુલ કિશોર મકવાણા અને લાલપરી મફતીયાપરાના કિશન મનસુખ સિતાપરા નામના શખ્સોને મોરબી રોડ લાલપરી સ્મશાન પાસેથી ધરપકડ કરી રૂ.૨.૨૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.