અબતક સાથેની વાતચીતમાં પીજીવીસીએલના મુખ્ય ઇજનેર જે.જે. ગાંધીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ની શરુઆત વાયુ વાવાઝોડાથી થઇ અને પુર્ણાહુતિ મહા પર જઇને થઇ જે દરમિયાન પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા ખુબ પ્રસંસનીય કામગીરી કરવામાં આવી છે.વર્ષ ૨૦૧૯માં સરેરાશ કરતા ૧૪૭ ટકા વધુ વારસાદ નોધાયો છે. તેમ છતાં પણ પીજીવીસીએલ દ્વારા ખુબ શ્રેષ્ઠ કામગીરી કરી ગામડાઓ સુધી વિજ પુરવઠો પહોચાડવામાં આવ્યો છે. નવા વીજ જોડાણોની સાથે પીજીવીસીએલ દ્વારા નિયમિત વિજ પુરવઠો પુરો પાડવામાં આવ્યો છે. જે નોંધ પાત્ર છે પહેલા પાંચ વર્ષથી અરજી કરેલી હોય.
તેવા અરજદારોને વિજ જોડાણ આપવામાં આવતા હતા. પરંતુ સરકારના હકારાત્મક અભિગમને કારણે હવે ત્વરીત વિજ જોડાણ આપવામાં આવે છે. જે ખુબ જ લાભદાયક પરિબળ કહી શકાય. યુઘ્ધના ધોરણે ખેતી ક્ષેત્રે વિજ જોડાણ આપવામાં આવે છે. તેવી જ રીતે ભવિષ્યમાં જયોતિગ્રામ યોજના અંતર્ગત ફિડરોને ટુંકા કરી વિક્ષેપ રહીત વિજ પુરવઠો આપવા નિગમ પ્રયન્નશીલ છે. સૂર્ય ગ્રામ હુફ ટોપ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં સાત લાખ ઉપભોગતાઓ સુધી પહોચવાનો લક્ષ્યાંક છે. જે અંતર્ગત હાલ નિગમ પુરજોશે કાર્યરત છે. તેમજ લક્ષ્ય સુધી પહોચવા વર્ષ ૨૦૨૦ અતિ મહત્વપૂર્ણ રહેશે. વિજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા માટે પ્રાયોગિક ધોરણે ફોર પેસેજ ઇન્ડીકેટર મુકવામાં આવનાર છે. જે અંતર્ગત વિજ વિતરણ વ્યવસ્થામાં ફોલ્ટ કઇ જગ્યાએ છે તે તુરંત જ શોધી કાઢવામાં સફળતા મળશે. જે પ્રાયોગિક ધોરણે પ્રોજેકટમાં સફળતા મળે તો આગામી દિવસોમાં વધુમાં વધુ ફિડરો આવરી લેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પીજીવીસીએલના એચ.ટી ઉપભોકતાઓને પ્રોત્સાહન રીતે ઓટોમેટીક મીટર રીડીંગ ફાળવવામાં આવ્યું છે. જેને સ્કોચ ગ્રુપના નામાંકિત એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યું છે. ઉપરાંત ઇન્ડીયન ઇન્ડીપેન્ડેટન્ટ પાવર પ્રોડયુસર એસોસીએશન દ્વારા પીજીવીસીએલને બેસ્ટ પર્ફોમીંગના કંપનીનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે.