સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી ઉદ્યોગકાર આલમમાં હર્ષની લાગણી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અમદાવાદની સંઘર્ષમય કારોબારી ચૂંટણીમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ ડાયરેકટરતરીકે બીન હરીફ ચૂંટાઈ આવ્યા બાદ રીજીઓનલ સેક્રેટરી તરીકે પણ બીન હરીફ વરણી થતા સમગ્ર વેપારી ઉદ્યોગકાર આલમમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
તાજેતરમાં યોજાયેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી અમદાવાદની વર્ષ ૨૦૨૦-૨૧ની સંઘર્ષમય કારોબારી ચૂંટણીમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ ડિરેકટર પદે બીન હરીફ ચૂંટાઈ આવ્યાબાદ ગુજરાત ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલ પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં વી.પી. વૈષ્ણવની રીજીઓનલ સેક્રેટરી તરીકે પણ બીન હરીફ વરણી કરવામા આવેલ છે. જે બાબત સમક્ષ સૌરાષ્ટ્ર કચ્છ માટે પ્રથમવખત બનેલ છે. આઝાદીના ઈતિહાસમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કોઈ પ્રતિનિધિ રીજીઓનલ સેક્રેટરી તરીકે વરણી થયેલ હોય એવી આ પ્રથમ ઘટના છે. આ નિર્ણયથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી અને ઉદ્યોગકાર આલમમાં હર્ષની લાગણી છવાયેલ છે. રીજીઓનલ સેક્રેટરીની જવાબદારી સમગ્ર ગુજરાતની ચેમ્બરોને સંકલન કરી સાથે રાખી અને સરકારમાં વેપારીઓ અને ઉદ્યોગકારોના પોલીસી મેટરના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટેની ખૂબજ અગત્યની અને મોટી જવાબદારી ભર્યુ સ્થાન છે.જે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવને મળતા રાજકોટ ચેમ્બરે ખૂબજ ઉચી ઉડાન ભરી છે. આમ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગકારોના પ્રશ્ર્નોને ખૂબ મહત્વ સાથે વાચા મળશે.