એવરગ્રીન ગીતોથી ગુંજી ઉઠશે શહેર
પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકાની તડામાર તૈયારીઓ
અબતકની મૂલાકાત દરમિયાન કલાકારોએ રાજકોટને ડોલાવવા સૂર લલકાયૉ
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સાંજે આયોજીત સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમમાં રાજકોટને સંગીતનું ફુલ ભાણુ પીરસવામાં આપશે તેવુ આજે અબતકની મૂલાકાતે આવેલા કલાકારોએ કહ્યું હતું. તેમણે ઉમેયું હતું કે રાજકોટની ઓડિયન્સ સાંભળનારી ઓડિયન્સ છે.આજના કાર્યક્રમ અંગે અમે ઉત્સુક છીએ.રંગીલા રાજકોટની પ્રજા સમક્ષ સંગીત પીરસવું એ અમારૂ સૌભાગ્યુ છે.
૨૬ જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાત્રે ૦૮:૦૦ કલાકે વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જુના ગીતોનો સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બોલીવૂડ સિંગર મનીષા કરંદીકર, કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત…….માય નેમ ઇઝ એન્થોની, ઓ બસંતી પવન રે પાગલ, આવાજ ડે કહાં હૈ દુનિયા મેરી જવાં હૈ, કભી-કભી મેરે દિલમે, એક પ્યારકા નગમાં હૈ, તેરે મેરે પ્યાર કે વિગેરે જેવા જુના ગીતોની રમઝટ બોલાવશે. તેમજ અન્ય કલાકારો જુના યાદગાર ગીતો રજુ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરશે. સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યકમમાં વિવિધ ગીતો રજુ કરનાર સિંગર આનંદ વિનોદ સને ૧૯૯૯ થી મેઘદુત રંજન કેન્દ્ર, વડોદરા થી પોતાની સિંગિંગ કારકિર્દીનો પ્રારંભ કરેલો. અને જુના મેલોડિયસ ગીત માટે તેઓ વિખ્યાત છે. બોલીવૂડના વિખ્યાત સંગીતકારો અનીલ બિસ્વાસ, નૌશાદજી, ખૈયામ, રવિન્દ્ર જૈન, રવિ સહિતના મહાનુભાવો સાથે ગીત ગાયેલ છે. દેશ-વિદેશમાં તેઓએ ૧,૫૦૦ થી વધુ સ્ટેજ શો કરેલ છે. તેઓ લીજેન્ડરી સિંગર કિશોર કુમારના ગીતો માટે ખુબ જ જાણીતા છે. આ કાર્યક્રમમાં પ્રજાજનો ખુબ સારી રીતે કાર્યક્રમ માણી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોફા તેમજ ખુરશીની અનુકુળ બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. જુના ગીતના આ શાનદાર કાર્યક્રમ માણવા ઉમટી પાડવા પદાધિકારીઓ દ્વારા રાજકોટના શહેરીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
સુરીલી શાબનો રસથાળ
(૧) પીયા તુ સબ તો આજા…………..
(૨) દુનિયા રંગ રંગીલી…………..
(૩) યે રાત યે ચાંદની ફીર કહાં…………..
(૪) તેરી મેહફીલમે કિસમત…………..
(૫) કભી કભી મેરે દીલ મ…………..
(૬) દેખા એક ખ્વાબ તો…………..
(૭) ઉડે જળ જળ જુલ્ફે તેરી…………..
(૮) હુ અમદાવાદનો રીક્ષાવાળા…………..
(૯) અજીબ હાસતા હૈ ય…………..
(૧૦) પ્યાર હુઆ ઈકરાર હુઆ…………..