રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા મઘ્યમ વર્ગના તેજસ્વી બાળકો પણ અંગ્રેજી માઘ્યમની શાળામાં શિક્ષણ મેળવે તે હેતુસર શહેરમાં ત્રણ અંગ્રેજી માઘ્યમની પ્રાથમીક શાળા ચલાવાય છે. જે પૈકી નર્સરીમાં સત્ર ૨૦૧૮–૧૯ માટે પારદર્શક પ્રવેશ પ્રકિયાના ભાગરુપે આવેલા ૩૭૦ વાલી અરજી પૈકી બે શાળામાં નમર્સરીમાં ૨૫+૨૫ કુલ પ૦ બાળકોને ડ્રો પઘ્ધતિથી મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ અપાયો હતો. શાળામાં પુસ્તકો સહિતની સુવિધા વિનામૂલ્યે અપાય છે.
શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં હોમી જહાંગીર ભાભા અંગ્રેજી શાળા, સાધુવાસવાણી રોડ પર રવિંદ્રનાથ ટાગોર અંગે્રજી શાળા તથા ગાયત્રીનગરમાં કવિ નર્મદ અંગ્રેજી શાળા કાર્યરત છે. આ ત્રણેય શાળામાં અંગ્રેજી માઘ્યમનો શૈક્ષણિક સહયોગ જેએચપી ફાઉન્ડેશન દ્વારા મળી રહ્યો છે.
પ્રવેશ ડ્રો કાર્યક્રમમાં ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભા ભંડેરી, મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, જાણીતા શિક્ષણવિદ અજયભાઇ પટેલ, પ્રદીપસિંહ ઝાલા, શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શહેર ભાજપ મહામંત્રી અને સભ્ય કિશોરભાઇ રાઠોડ, સમીતી સદસ્યો સર્વ મુકેશભાઇ મહેતા, ધિરજભાઇ મુંગરા, કિરણબેન માંકડીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, ભારતીબેન રાવલ, રહીમભાઇ સોરા વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પ્રારંભે સ્વાગત ઉદબોધન કિશોરભાઇ રાઠોડે કર્યુ હતું. અને કાર્યક્રમ સમાપન આભારવિધી વાઇસ ચેરમેન અલ્કાબેન કામદારે કર્યુ હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નં.૬૯ ના આચાર્ય શ્ર્વેતાબેન જોશીએ કરેલ હતું.
ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ શિક્ષણ સમિતિની અંગ્રેજી માઘ્યમની શાળામાં પ્રવેશ પામેલા બાળકોને શુભેચ્છા પાઠવી હતી. મઘ્યમ વર્ગના વાલીઓના સંતાનો પણ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવી સુવિધાની સરાહના કરી હતી.
મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય સમીતીની શાળાઓને તમામ સુવિધા કોર્પોરેશન આપશે તેવી ખાત્રી આપીને નર્સરીમાં પ્રવેશ પામેલા બાળદોસ્તોને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં કે.ની. ડી.એન. ભુવાત્રા, ત્રણ ઝોનના યુ.આર.સી. સી.આર.સી. તથા આચાર્યો શિક્ષકો વાલીગણ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. અંગ્રેજી માઘ્યમાં પ્રવેશ પામેલા બાળકોના વાલીઓએ શિક્ષણ સમીતીના આ પ્રોજેકટ સરાહના કરી હતી.