રસી ફેલુદા કોરોનાનો ‘ફાલુદા’ કરી નાંખશે?
-૮૦ ડિગ્રીએ રસીનું પરિવહન કરવું અત્યંત જટીલ: નવા અને આધુનિક વાહનોની માંગ વધી
વૈશ્વિક મહામારી કોરોના જે રીતે વિશ્વ આખાને હંફાવી રહ્યું છે ત્યારે તેને લઈ રશિયા જેવા દેશોએ તેની દવા શોધી કાઢવાનો વિશ્ર્વાસ પણ વ્યકત કર્યો હતો પરંતુ તેનો યોગ્ય પ્રતિસાદ હજુ સુધી મળ્યો નથી પરંતુ ભારતે ફેલુદા નામની દેશી રસીની શોધ કરી છે પરંતુ તેને લોકોના ઘર સુધી પહોંચાડવા માટે અનેકવિધ અડચણોનો સામનો પણ કરવો પડશે. કોરોના વાયરસને રોકવા માટે અનેકવિધ ચીજોનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે ત્યારે ડ્રગ કંપનીઓએ સુરક્ષિત અને ઉપયોગી એવી વેકસીનની એટલે કે રસીની શોધ કરવી આવશ્યક છે. રસીની શોધ કરવા માટે ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થયા છે. ભારત દેશ દ્વારા જે ફેલુદા રસીની શોધ કરવામાં આવી છે તેને – ૮૦ ડિગ્રીએ રાખી તેનું પરીવહન કરવું ફરજીયાત સાબિત થયું છે પરંતુ ભારત દેશમાં – ૮૦ ડિગ્રી પર રહેલી રસીનું પરીવહન કરવું અત્યંત કઠિન સાબિત થશે જેના માટે નવા અને આધુનિક વાહનોની પણ માંગ પુરતા પ્રમાણમાં વધી છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ રસીનું ઉત્પાદન એક અલગ જ કોન્ટીનેટ ઉપર થશે અને તેને અન્ય સ્થળ ઉપર પહોંચાડવા માટે પરીવહનનું પણ મહત્વ અત્યંત વધુ છે.
રસીના પરીવહન લોજીસ્ટીક હબ સુધી પહોંચાડયા બાદ જ તેને હોસ્પિટલ અથવા તો જરૂરીયાત પ્રમાણેની જગ્યા પર પહોંચાડવામાં આવશે ત્યારે હજુ સુધી જે કોઈ રસી દેશ દ્વારા બનાવવામાં આવેલી હોય તેને યુનાઈટેડ સ્ટેટના આરોગ્ય અધિકારી દ્વારા મંજુરી મળેલ નથી જેમાં રશિયાની સ્પીયુટનીક-વીને પણ હજુ સુધી માન્યતા પ્રાપ્ત થઈ નથી. બીજી તરફ અમેરિકાનું સૈન્ય અને ફેડરલ ઓફિસરોની ટીમે મહત્વનો ભાગ ભજવવાનો રહેશે અને લોકો સુધી રસી પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવાની રહેશે. પ્લેન, ટ્રક, વેર હાઉસ જેવા સ્થાનોને ફ્રિઝર તરીકે પણ બનાવવામાં આવશે જેથી કોરોનાની શોધાયેલી રસીને અત્યંત ઠંડી જગ્યામાં રાખી શકાય. હાલ આરોગ્ય તજજ્ઞોનું માનવું છે કે, કોરોનાની રસી બનાવી અત્યંત કપરી અને ખુબ જ મુશ્કેલ છે બીજી તરફ કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે ત્યારે તેને કાબુમાં લેવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવા અત્યંત જરૂરી છે.
ભારત દેશે જે ફેલુદા રસીની શોધ કોરોનાને મ્હાત આપવા માટે કરી છે તેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા અને મંજુરી પણ મળી ગઈ છે. કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ દિલ્હીના વૈજ્ઞાનિકો દ્વારા આ રસીની શોધ કરવામાં આવેલી છે જેમાં ટાટા ગ્રુપનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ફેલુદા રસીની મદદથી કોરોના વાયરસની સારવાર માત્ર બે કલાકમાં જ શકય બનશે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ટાટા અને સીઆરઆઈએસપીઆર ટેસ્ટ દ્વારા સૌપ્રથમ વખત ફેલુદા માટેની ટેસ્ટ કરવામાં આવેલી છે જે વિશ્ર્વમાં સૌપ્રથમ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. આઈ.જી. આઈ.બી.ના ડાયરેકટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોએ ૧૦૦ દિવસનો અથાગ પ્રયત્ન અને મહેનત થકી ફેલુદા રસીનું નિર્માણ કર્યું છે. સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ફેલુદા ટેસ્ટ ૯૬ ટકા સેન્સેટીવ અને ૯૮ ટકા કોરોના વાયરસને શોધવામાં અત્યંત કારગત નિવડયું છે. સીએસઆઈઆરનાં અધિકૃત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ફેલુદા ટેસ્ટ પ્રેગનેન્સી ટેસ્ટ જેવું જ રહેશે અને સ્ટ્રીપમાં કલરના બદલાવ ઉપરથી કોરોના વાયરસને પકડી પાડવામાં આવશે હાલ વૈજ્ઞાનિક સમુદાય દ્વારા ફેલુદા રસી ઉપર અનેકવિધ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. ભારે જહેમત બાદ ફેલુદા રસી દ્વારા કરવામાં આવતા ટેસ્ટને માન્યતા આપવામાં આવી છે અને હાલ જે એન્ટીજન કિટ દ્વારા કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે તેનાથી પણ વધુ સચોટ ટેસ્ટ ફેલુદા દ્વારા કરવામાં આવશે. સૌથી સસ્તા ખર્ચે બનાવવામાં આવેલી આ ટેસ્ટ ખરાઅર્થમાં કોરોનાને મ્હાત આપવા માટે કારગત નિવડશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રૂ.૬૦૦ના ખર્ચે ફેલુદા ટેસ્ટ કરવામાં આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા મેડ ઈન ઈન્ડિયા પ્રોડકટ ફેલુદા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, સીએસઆઈઆર આઈજી આઈબી અને આઈસીએમઆરની સાથે જે રીતે ટાટા ગ્રુપે મહેનત કરી છે તેનાથી આ ટેસ્ટ સુરક્ષિત, ભરોસાપાત્ર, લોકોને પરવડે અને સરળતાથી થઈ શકે તે આ તમામ પરીબળો ઉપરથી સિઘ્ધ થયું છે પરંતુ જે રસીનું નિર્માણ કરવામાં આવે છે તે મહતમ -૮૦ ડિગ્રી ઉપર રાખવું અનિવાર્ય હોય છે પરંતુ હાલ ભારત દેશ પાસે એ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કે તેનું યોગ્ય પરીવહન થઈ શકે જેના માટે નવા અને આધુનિક વાહનોની માંગમાં પણ અનેકગણો વધારો થયો છે.