ચેન્નાઇએ દિલ્હી કેપિટલ્સને 91 રને માત આપી !!!
મુંબઇ ખાતે ચેન્નઈ અને દિલ્હીનો અત્યંત રોમાંચક ભર્યો મેચ રમાયો હતો. જેમાં કેપિટલસે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વધુ ચેન્નાઈના સુપરકિંગ્સને છાજે તેવી રમત ચેન્નઈ દ્વારા રમવામાં આવી હતી અને માભા વાળી ઈંનિંગ પ્રેક્ષકો સમક્ષ મુકી હતી.
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વેની જોડીએ ઝંઝાવાતી બેટીંગ કરતાં ૬૭ બોલમાં ૧૧૦ રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ કોન્વેએ એક છેડેથી આક્રમક બેટીંગ જારી રાખી હતી. તેની સાથે જોડાયેલા શિવમ દુબેએ પણ બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આક્રમક રમત રમતા ચેન્નઈએ દિલ્હીને 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જીત નો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ની ટીમ માત્ર ૧૧૭ રન જ બનાવી શકી હતી. જીતવા માટેના ૨૦૯ના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ માત્ર ૧૧૭ રનમાં ખખડી ગઈ હતી. મિચેલ માર્શે ૨૫ અને ઠાકુરે ૨૪ રન કરતાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.
ચેન્નાઈના બેટ્સમેનો બાદ બોલરોએ પણ રંગ રાખ્યો હતો અને એને સહેજ પણ સેટ થવા દીધી ન હતી. ચેન્નઇ સુપરકિંગ્સે આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં 8 અંક હાંસલ કર્યા છે જ્યારે દિલ્હીને હારનો સામનો કરવામાં આવતાં તે માત્ર ૧૦ અંક સુધી જ પહોંચી શકી છે. દિલ્હી પાસે હવે માત્ર ત્રણ મેચ બચેલા છે જો દિલ્હી દરેક મેચ જીતે તો તે ૧૬ પોઇન્ટ હાંસલ કરશે પરંતુ એક હાર દિલ્હી માટે પ્લેઓફમાં પહોંચવા માટેનો રસ્તો નથી બનાવી શકે છે.