મોદી હૈ તો મુમકીન હૈ !! અંતે ઓકિસજન માટે વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની વ્હારે મોદી
મોદી હે તો મુમકીન હે… અંતે ઓક્સિજનની ઉભી થયેલી અછતને પુરવા વેન્ટિલેટર પર પહેલા દર્દીઓની વહારે વડાપ્રધાન નરેન્દ્રમોદી આવ્યા છે. દેશભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં હાહાકાર મચી ગયો છે. કોરોના સંકટ વચ્ચે ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનોની ભારે અછત ઊભી થઈ છે. જેને લઇ મોદી સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજનની અછત મુદ્દે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યોના વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓ-
આગેવાનો સાથે સંવાદ કરીને ઓક્સિજનના જથ્થા વિશે વિગતો મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે આયાત કરવાનો મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજનના પુરવઠાની બહારથી આયાત કરવામાં આવશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.
હેલ્થ, સ્ટીલ, માર્ગ-પરિવહન અને ઈન્ડસ્ટ્રી જેવા મંત્રાલયોના પ્રતિનિધિઓ વડાપ્રધાનની બેઠકમાં સામેલ થઈ ચર્ચા કરી હતી.બેઠકમાં ઓક્સિજનના જથ્થાને વધારવા માટે કેવાં પગલાં લેવા જોઈએ તેની ચર્ચા થઈ હતી. વડાપ્રધાને તમામ રાજ્યોને ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની અપીલ કરી છે. 12 રાજ્યોમાં સૌથી વધુ ઓક્સિજનની અછત સર્જાઈ છે, તે રાજ્યોને 15 દિવસમાં પૂરતો જથ્થો મળી જાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે