રોહિત શર્માએ ૨૦૦ સિક્સનો આંકડો પાર કર્યો જ્યારે પોલાર્ડ ૧૫૦મી મેચ રમ્યો

આઇપીએલ સીઝન ૧૩ની ધમાકે દાર શરૂઆત દુબઇ ખાતે થઈ ચૂકી છે. ત્યારે આ સિઝનની અત્યાર સુધી ચાર મેચો રમાણી છે ત્યારે મુંબઇ ઇન્ડીયનસ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે સિઝનની પાંચમી મેચ રમાઈ  હતી. જેમાં અંતે મુંબઇ ઇન્ડિયન્સે રણમાં ખેતી કરી હતી. તેવી સ્થિતિ થવા પામી હતી. આઇપીએલની ૧૩મી સીઝનની પાંચમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સએ કોલકાતા નાઈટ રાઈડર્સને ૪૯ રને હરાવ્યું હતું. ત્યારે  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈએ ૧૯૬ રનનો ટાર્ગેટ કોલકત્તાને આપ્યો હતો. જયારે  કોલકાતા ૯ વિકેટે ૧૪૬ રન જ કરી શક્યું હતું. ૮૦ રન બનાવીને મુંબઈ ઇન્ડિયન્સ ના  રોહિત શર્મા મેચનો હીરો રહ્યો હતો.  રોહિતે આઇપીએલમાં ૩૭મી ફિફટી મારી અને ૨૦૦ સિક્સ મારનારો ચોથો ખેલાડી બન્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટ્ટીન્સને ૨-૨ વિકેટ લીધી.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી કોલકાતાની ટીમને મુંબઈના ફાસ્ટ બોલર્સે શરૂઆતથી જ વધુ તક આપી નહોતી. પાવર પ્લેમાં માત્ર ૩૩ રન જ કરી શક્યા હતા.   જે દરમિયાન કલકત્તા૫એ  ૨ વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલે  ૭ રને બોલ્ટ કેચ આઉટ થયો હતો. બોલ્ટે ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખી હતી. એ પછી સુનીલ નારાયણ ૯ રને જેમ્સ પેટ્ટીન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. દિનેશ કાર્તિક ૩૦ રને  કઇઠ થયો હતો , જ્યારે રાણા ૨૪ રને આઉટ થયો હતો.

મુંબઈ ઇન્ડિયન્સે ઈંઙકની ૧૩મી સીઝનની ૫મી મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે મુંબઈ માટે કપ્તાન રોહિત શર્માએ આઇપીએલમાં પોતાની ૩૭મી ફિફટી ફટકારતાં ૫૪ બોલમાં ૩ ફોર અને ૬ સિક્સની મદદથી ૮૦ રન કર્યા હતા. તેના સિવાય સૂર્યકુમાર યાદવે ૪૭ અને સૌરભ તિવારીએ ૨૧ રનનું યોગદાન આપ્યું. રોહિત ઈંઙકમાં ૨૦૦ સિક્સ મારનારો ચોથી ખેલાડી બન્યો હતો. આ પહેલાં ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સ અને એમએસ ધોની આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

આઇપીએલની ૧૩મી સીઝનમાં હાર્દિક પંડ્યા હિટ-વિકેટ થનારો પહેલો બેટ્સમેન બન્યો છે. જ્યારે આ લીગમાં આ રીતે આઉટ થનારો ૧૧મો ખેલાડી હતો. ૨૦૦૮માં મુંબઈ ઇન્ડિયન્સનો જ મુસવિર ખોટે કિંગ્સ ઇલેવન પંજાબ સામે હિટ-વિકેટ થયો હતો, જ્યારે ૨૦૧૯માં રાજસ્થાન રોયલ્સનો રિયાન પરાગ કોલકાતા સામે હિટ-વિકેટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સને ૧૫.૫ કરોડમાં ખરીદ્યો હતો.  તે લીગનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે, પરંતુ આ મેચમાં મુંબઈએ તેને બરાબરનો ફટકાર્યો હતો. તેણે ૩ ઓવરમાં ૪૯ રન આપ્યા અને એકપણ વિકેટ ઝડપી શક્યો ન હતો. તેની પહેલી ઓવરમાં જ રોહિત શર્માએ ૨ સિક્સ મારીને ૧૫ રન બનાવ્યા હતા. પોલાર્ડ મુંબઇની આ મેચથી ૧૫૦ મેચ રમનાર પ્લેયર બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.