મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં નવા ૨૬૮૭૬ મતદારોએ ફોર્મ નં-૬ રજૂ કર્યા: ૯૬૯૫ મતદારોએ નામ સ્ળાંતર કરવા અરજી આપી
રાજય ચૂંટણીપંચ દ્વારા હા ધરવામાં આવેલી મતદાર નોંધણી ઝુંબેશ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં કુલ મળી ૨૬૮૭૬ નાગરીકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી રૂપે ફોર્મ નં.૬ રજુ કર્યા હતા. જેની સામે કુલ મળી ૯૬૯૫ મતદારોએ નામ સ્ળાંતર કરવા ફોર્મ નં.૮ રજૂ કર્યા હતા. નોંધનીય છે કે, ગઈકાલે બુ લેવલે મતદાર નોંધણી ઝુંબેશમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવી મોટી સંખ્યામાં મતદાર નોંધણી ઝુંબેશનો લાભ લીધો હતો.રાજકોટ શહેર-જિલ્લામાં મતદાર નોંધણી ઝુંબેશનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગઈકાલે તમામ મતદાર મકો પર હા ધરવામાં આવેલી મતદાર નોધણી ઝુંબેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૬૮૭૬ મતદારોએ નવા મતદાર તરીકે નામ નોંધાવવા ફોર્મ નં.૬ રજૂ કર્યા છે અને મતદાર યાદીમાં નામ સુધારા-વધારા કરવા માટે ૪૧૦૬ મતદારોએ ફોર્મ નં.૮ (ક) રજૂ કર્યા હતા. તો ફોર્મ નં.૮ રજૂ કરી ૯૬૯૫ મતદારોએ સ્ળાંતર કરવા અને ૯૬૭૨ નામ રદ્દ કરવા ફોર્મ નં.૭ રજૂ યા હતા.
મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં ગઈકાલે એક જ દિવસમાં રાજકોટ પૂર્વમાં ૨૭૩૬, પશ્ર્ચિમમાં ૨૩૦૫, દક્ષિણમાં ૧૯૧૯, રાજકોટ ગ્રામ્યમાં ૧૪૩૫, જસદણમાં ૮૮૩, ગોંડલમાં ૮૦૬ અને જેતપુરમાં ૯૭૩ મતદારોએ નામ ઉમેરો કરવા માટે ફોર્મ નં.૬ રજૂ કર્યા હતા અને કુલ મળીને આજ દિન સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ૨૬૮૭૬ મતદારો આગળ આવ્યા છે. જેમાં ૧૩૪૫૪ પુરૂષો અને ૧૩૪૨૨ થી મતદારોનો સમાવેશ થાય છે.