ચૂંટણીના માહોલમાં રોકડની હેરફેર પર તંત્રની નજર વચ્ચે જ 85 લાખની રોકડ મામલે ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગ પોલીસે સંયુક્ત તપાસ આદરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી માં ગેરકાયદેસર રીતે નાણાંના દૂર ઉપયોગ સામે ચૂંટણી પંચની બાજ નજરોને 50,000 થી વધુ ની રોકડ પર હેરફેરના પ્રતિબંધ સહિતના પ્રતિબંધાત્મક આદેશ વચ્ચે મહુવામાં સોપારીના વેપારીના ઘરે થી રૂપિયા 85 લાખની રોકડ મળી આવ્યા ના ઘટનામાં ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે, આ રકમ કર ચોરી નું “ઉપાર્જન” છે કે ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ માટે જમા કરાવી હતી….? તેની તપાસ આરંભવામાં આવી છે
વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઇન્કમટેક્સ વિભાગે ચૂંટણી પંચ અને પોલીસ ખાતા ના સંયુક્ત ઉપક્રમે બેનામી રકમની હેરાફેરી ના થાય અને ચૂંટણીમાં એનો દુરુપયોગ ન થાય તે માટે સઘન તપાસ અને પેટ્રોલિંગ શરૂ કરી છે… આ દરમિયાન મહુવાના બસ સ્ટેન્ડ પાસે આવેલ ફાતેમા સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેન્ડ નજીક આનંદ ધન કોમ્પ્લેક્સ માં અમન ટ્રેડિંગ નામે વેપારી પેઢી ધરાવતા અંજુમભાઈ પંજ વાણી અને ફિરોજભાઈ પંજ વાણી ના ફાતેમા સોસાયટી માં બ્લોક નંબર 30 અને 77 માં પૂર્વ બાતમીના આધારે ચૂંટણી પંચ, મહુવા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી એ રેડ કરતા 85લાખ રૂપિયાની રોકડ અને બેનામી વહીવટ મળી આવતા આ મુદ્દા માલ ચૂંટણી પંચ દ્વારા કબજે કરી રકમ ક્યાંથી આવી? ક્યાં ઉપયોગમાં લેવાની હતી? તે બાબતે તપાસ હાથ ધરી છે વેપારી પેઢીમાંથી ઝડપાયેલી આ રકમનો આંક હજુ વધે એવું દેખાઈ રહ્યું છે, અને તપાસમાં કંઈક નવાતથ્યો બહાર આવે તેવી આશંકા સેવાય રહી છે.. આ રકમ વેપારની છે કે ચૂંટણીમાં વાપરવાની હતી? તે તપાસનો વિષય બન્યો છે અને ઇન્કમટેક્સની સાથે સાથે પોલીસ અને ચૂંટણી પંચ પણ તપાસમાં જોડાઈ છે આ બનાવમાં બંને વેપારીઓ ઉપરાંત હજુ કેટલાક લોકોની સંડોવણી ખુલે તેવું પણ તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું