સાયલા તાલુકાના સુદામડા તથા ચુડા તાલુકાના ભૃગૃપુર ગામે જૈન એલર્ટ ગ્રુપની સ્થાપના કરવામાં આવી તથા લીંબડી તાલુકાના બોરણા ગામે જૈન એલર્ટ ગ્રુપ દ્રારા વિધાર્થિઓની કારર્કિદીની તક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબડી, સુરેન્દ્રનગર, સાયલા, ચુડા, રાણપુર, સુદામડા, ધંધુકા, બરવાળા, ભૃગૃપુર વિગેરે ગામના જૈન યુવાનોને સારી નોકરી તથા અભ્યાસ બાબતે માર્ગદર્શનનાં હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું તથા વિધાર્થિઓને લોન બાબતે પણ માહિતગાર કરીને સરકારની સબસીડી વિશે સમજાવ્યું હતું. યુવાનોને તેમની કારર્કિદી બનાવવા માટે તથા તેમને નોકરીમાં આગળ વધવા માટે જરૂરી માહિતી પુરી પાડવામાં આવેલ હતી.
જૈન એલર્ટ ગ્રુપના અગ્રણીઓ પ્રકાશભાઇ શાહ (આણંદવાળા), પલકભાઇ શાહ (અમદાવાદવાળા) તેમજ રીન્કેશ પારેખ, સૌરભ શાહ, મોનાર્ચ શાહ, શાસ્વત દોશી, હેતલભાઇ શાહ, હેમલભાઇ શાહ, હર્ષિલ શાહ, સંકેતભાઇ (સુરેન્દ્રનગરવાળા) વિપુલભાઇ વકિલ, હિતેષભાઇ (કારોલવાળા) એ હાજરી આપી આ અંગે માર્ગદર્શન પુરુ પાડેલ હતું.