પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, મેયર ડો. પ્રદિપ ડવ, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા(જેકે મોલ), નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, પીઆઈ બી.ટી ગોહિલ સહિતના મહેમાનોની ખાસ ઉપસ્થિતી
રાજકોટ તો એક રંગીલું શહેર છે અને અજબ એના હાલચાલ છે, જુદી છે તાસીર એની જુદા એના કમાલ છે. નવરાત્રિના એક પછી એક દિવસો ઓછા થતા રહે છે અને લોકોમાં ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે.ત્યારે માતાજીના આઠમા નોરતે ’ અબતક રજવાડી’ ના ખેલૈયાઓનો ઉત્સવ સાતમા આસમાને પહોંચ્યો હોય તેમ મન મૂકી તેઓ ગરબે ઘૂમ્યા હતા. કોરોનના બે વર્ષ બાદ આટલું સરસ અને વૈભવી અબતક રજવાડી નું આયોજન હોવાથી ખેલૈયાઓનો ઉત્સાહનો પાર ન રહેયો હતો.
કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખુબ જ ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસથી જ ખેલૈયાઓ એક-એક ક્ષણનો આનંદ માણવા માગતા હોય તેમ ગરબા રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે હપ્તક રજવાડી ના આંગણે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા , ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર પ્રદીપ ડવ ,પૂર્વ કોર્પોરેટર જેન્તી સરધારા (જેકે મોલ), પીઆઈ બી.ટી ગોહિલ અને પિયુષ રૈયાણી સહિતના લાખેણા મહેમાનો પધાર્યા હતા.
આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાએ અબતક મિડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના બાદ બે વર્ષ પછી નવરાત્રીનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું છે. જેથી બે વર્ષના વિરામ બાદ આ નવરાત્રીએ ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. અને ખેલૈયાઓ દ્વારા અવનવા ગરબાના સ્ટેપ કરી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. પરિવારિક માહોલ સાથે અબતક રજવાડીનું આયોજન હર હંમેશ ની જેમ કરવામાં આવે છે અને નાની નાની વાતની તકેદારી લેવામાં આવે છે. આજે નવરાત્રી નો છેલ્લો દિવસ એટલે કે માતાજીનું નવમું નહોતું છે ત્યારે આઠ દિવસમાં હરરોજ બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસને આજે ફાઇનલ ગરબા રાઉન્ડ રમાડવામાં આવશે જેમાંથી ઉત્તમ અને સુંદર ગરબે રમનાર પ્રિન્સ અને પ્રિન્સેસને કિંગ અને ક્વીન બનાવી અવનવા લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. આજે ફાઇનલ રાઉન્ડ હોવાથી અબતક રજવાડીમાં માતાજીની આરતી કર્યા બાદ છ વાગ્યાથી જ ગરબા રાઉન્ડ શરૂ કરી દેવામાં આવશે.
યુવાનો જ બદલાવ લાવી શકે છે: મેયર ડો. પ્રદીપ ડવ
‘અબતક રજવાડી’ ના લાખેણા મહેમાન બનેલા રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવે અબતક મિડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવા પેઢી એટલે કે યુવાનો જ બદલાવ લાવી શકે કારણકે આ રાસ ઉત્સવ છેલ્લા દસ વર્ષથી યુવાનો દ્વારા જ આયોજન કરવામાં આવે છે જેથી યુવા પેઢી જ કંઈક નવું કરીને બદલાવ લાવી શકે છે.