નેશનલ ન્યુઝ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 8:53 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ડરી ગયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આ ભૂકંપ અંગે માહિતી આપી છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી છે. રવિવારે છત્તીસગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશના અલગ-અલગ ભાગોમાં આવી રહેલા ભૂકંપના આંચકાએ લોકોને ડરાવી દીધા છે.
ભૂકંપ શા માટે આવે છે?
જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ સિવાય દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, સમગ્ર ઉત્તર ભારત નાના-મોટા ભૂકંપની અસર હેઠળ છે. દરમિયાન, તાજેતરના સમયમાં, દેશ અને વિશ્વના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. જેના કારણે સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. ધરતીકંપને કારણે મકાનો તૂટી પડ્યા, પરિણામે હજારો લોકોના મોત થયા.