યાત્રાધામમાં ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથરેટ વધારવા ચર્ચા-વિચારણા.
દ્વારકા યાત્રાધામ ખાતે પર્યટન પર્વ અંતર્ગત સ્કીલ ઈન ટુરીઝમ ઈન્ડસ્ટ્રી વિષયક ઉચ્ચસ્તરીય સેમીનાર યોજાયો હતો. જેમાં યાત્રાધામના ટુરીઝમમાં મહત્તમ વૃદ્ધિ અંગે અગ્રણીઓએ ચર્ચા-વિચારણાઓ કરી હતી. ગુજરાતના પ્રમુખતમ યાત્રાધામો પૈકીના દ્વારકા યાત્રાધામમાં તાજેતરમાં કામત ગ્રુપની વીટસ ઈન્ટરનેશનલ હોટેલ ખાતે પર્યટન પર્વ અંતર્ગત સ્કીલ ઈન ટુરીઝમ ઈન્ડસ્ટ્રી વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો. દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેષભા માણેકની અધ્યક્ષતામાં યોજાયેલ.
આ સેમીનારમાં દ્વારકા યાત્રાધામમાં છેલ્લા એક દાયકામાં થયેલા વિકાસ કાર્યોની સાથોસાથ ટુરીઝમમાં પણ સતત વધારો નોંધાયો હોય જેને આગામી સમયમાં વધુ સારી સગવડતા યાત્રાળુઓને પહોંચાડી યાત્રાધામના ટુરીઝમમાં ટુંકાગાળામાં પ્રગતિ થાય તે માટે સ્થાનીય અગ્રણીઓ વચ્ચે ચર્ચા-વિચારણાઓ યોજવામાં આવી હતી. દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેષભા માણેકે હોટલ એસોસીએશન તથા સર્વે ટુરીઝમના ધંધાર્થીઓને સાથે રાખી યાત્રાધામમાં ટુરીઝમને વેગ મળે તે હેતુ યોગ્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય.
આગામી સમયમાં તેના ઉત્કૃષ્ટ પરીણામો મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આ સેમીનારમાં દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ નિર્મલ સામાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશભાઈ હેરમા, દિવ્ય દ્વારિકા ફાઉન્ડેશનના મનસુખ પરમાર સહિત દ્વારકા હોટલ વ્યવસાય સાથે સંકળાયેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારી પેઢીમાં સ્કીલ ડેવલોપમેન્ટની સમજ કેળવાય તે હેતુ દ્વારકાના ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટના વિદ્યાથીઓ પણ તેમના શિક્ષકગણ સાથે આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા જેમને અગ્રણીઓના હસ્તે તેમણે લીધેલ તાલીમ અંગે સર્ટીફીકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.