ભારતીય ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નુકસાનમાં ચાલી રહેલી રિયલ એસ્ટેટ કંપની આમ્રપાલી ગ્રુપ પાસેથી ૧૫૦ કરોડ વસૂલવાની કોશિશ શરૂ કરી દીધી છે. ધોનીએ આરોપ લગાવ્યો કે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તેમને કેટલાય વર્ષોથી ચૂકવણી નથી થઇ.
આમ્રપાલી ગ્રુપ પાછલા કેટલાક વર્ષોથી નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે અને તે પોતાના કેટલાય હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂરા નથી કરી શકી.
ધોની સહિત કેટલાય ક્રિકેટર્સના એન્ડોર્સમેન્ટને સંભાળતી કંપની ઋતિ સ્પોર્ટ્સે વસૂલી માટે આમ્રપાલી વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં મામલો નોંધાવ્યો છે.
ઋતિ સ્પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અરુણ પાંડેએ જણાવ્યું કે, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એક્ટિવિટી માટે કંપનીએ અમને પૈસા નથી આપ્યા. પાંડેએ જણાવ્યું કે આમ્રપાલી ગ્રુપે ઋતિ સ્પોર્ટ્સને બાકી રહેતા ૨૦૦ કરોડ નથી ચૂકવ્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,