વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ દરમ્યાન દ્વારકા તાલુકા ખાતે ગોરીયાળી ગામની તાલુકા શાળાના પેટા આચાર્ય તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કચરાભાઈ વારોતરીયાને ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગમાં બુથ લેવલ ઓફિસર (બીએલઓ)ની કામગીરી સોપવામાં આવેલ.
તેઓ આ ફરજ દરમ્યાન ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગના ભાગ નં-૭૦માં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ દરમિયાન મતદાર કાપલી વિતરણનાં કામે બાઈક દ્વારા મૂળવેલ ગામે જઈ રહ્યા હતા તે દરમ્યાન મેવાસા ગામ નજીક અકસ્માત તાં તેમનું અવશાન થયેલ છે.
જેથી ચૂંટણી પંચ જોગવાઈ મુજબ ચૂંટણી ફરજ દરમ્યાન અવશાન પામેલ કર્મચારીનાં વારસદાર વિજયભાઈ કચરાભાઈ વારોતરીયાને ઉચ્ચક સહાય મંજૂર કરવા માટે જિલ્લા ચુંટણી અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા ચૂંટણીપંચને દરખાસ્ત કરવામાં આવેલ.
જે અન્વીયે ચૂંટણી પંચ તરફી અવશાન પામેલ કર્મચારીના વારસદાર વિજયભાઈ કચરાભાઈ વારોતરીયાને ઉચ્ચક સહાય પેટે રૂ.૧,૦૦,૦૦૦૦/-(અંકે રૂપિયા દસ લાખ પુરા)ની સહાય ચૂકવવા મંજુરી આપવામાં આવેલ. જેથી આજ રોજ તા.૧૭ જુલાઈના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જે.આર. ડોડીયાના હસ્તે સ્વ.રમેશભાઈ કચરાભાઈ વારોતરીયાનાં વારસદાર વિજયભાઈ કચરાભાઈ વારોતરીયાને સ્વ.રમેશભાઈ કચરાભાઈ વારોતરીયાનાં પિતાની રૂબરૂમાં રૂ.૧૦,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ લાખ પુરા)નો ચેક આપવામાં આવેલ.