કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી આવતી મગ અને મસુરની દાળમાં ઝેરીલા તત્વો હોવાનું બહાર આવ્યું
જો લંચ કે ડીનરમાં ‘દાળ’ ન હોય તો ભારતીઓનું ભોજન અધૂરૂ ગણવામાં આવે છે. અને એટલે જ આપણે ‘દાળભાતીયા’ કહેવાઈએ છીએ મગની દાળ કે મસૂરની દાળ ભારતીયોના ભોજનની ‘કમ્પલીટ’ બનાવે છે. દાળ વગર એક દિવસ પણ જતો નથી પરંતુ હવે દાળના શોખીન કે આદતી લોકો જરા ચેતજો કેમકે ‘દાળમાં કંઈક કાળુ’ નહી પરંતુ ગરેલી દાળ આપણે પેટમાં પધરાવીએ છીએ. ચિંતાજનક વાત એ છે કે દાળમાં ઝેરીલા રસાયણની માત્રા એલી વધારે છે કે તેને નજર અંદાજ નથી કરી શકાતું
નેશનલ ફૂડ સેફટી ઓથોરીટી દ્વારા કરાયેલા એક અધ્યયનમાં આ વાત સાબીત થઈ છે. કેનેડા અને ઓસ્ટ્રેલીયાથી આવતી દાળ ઝેરીલા પદાર્થોથી ભરેલી છે. મહત્વનું છે કે કેનેડા અને ઓસ્ટ્રેલીયામાં અત્યારે સૌથી વધારે દાળનું ઉત્પાદન થઈ રહ્યું છે.
સેફટી એન્ડ સ્ટેડડર્સ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ ઉપભોકતાઓને ચેતવણી આપી છે કે નિયમિત રૂપે આ દાળનું સેવન ન કરે લેબમાં થયેલા પરીક્ષણમાં દાળોમાં ખતરનાક રસાયણની ઉચ્ચ માત્રા મળી છે. દાળમાં ગ્લાઈફોસેટ જેવા હાનિકારક રસ મળી આવ્યા છે. જેનો ઉપયોગ ખેડુતો ઉંદરોથી છૂટકારો મેળવવામાં કરે છે.
આ મુદે એફએસએસએઆઈના એક અધિકારીએ કહ્યું ક દાળમાં હર્બીસા ગ્લાઈક્રોસેટનું સ્તર ખૂબ વધારે હોવાની આશંકા છે. જે દાળને ખાનારાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. અધિકારીએ જણાવ્યું કે રેગ્યુલેશનમાં દાળમાં ગ્લાઈફોસેટની વધારે માત્રા મળી છે. માટે અમે કેનેડાના ધોરણોનું પાલન કરતા કેનેડીયન ફુડ ઈન્સપેકશન એજન્સીને કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદીત થતી દાળના હજારો સેમ્પલ લઈ પરીક્ષણ કરાયું હતુ. કેનેડાની દાળમાં પ્રતિ અરબ ગ્લાઈફોસેટના ૨૮૨ અને ઓસ્ટ્રેલિયાની દાળમાં પ્રતિ અરબ ૧૦૦૦ ગ્લાઈફોસેટ મળી આવ્યા કોઈ પણ માત્રાથી ઘણુ વધારે છે.
આયાતી દાળની આ ગુણવત્તા પર એક એકિટવિસ્ટે ચિંતા વ્યકત કરતા કહ્યું કે ભારતીયોની ડાઈટ છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ જ વધી ગઈ છે. અને લોકોને તેની જાણકારી પણ નથી ભારતમાં ગ્લાઈફોસેટને લઈ કોઈ કાયદો પણ નથી જેનાથી તેની ખરીદારી પર રોક લગાવી શકાય.
ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા સુધી ગ્લાઈફોસેટને સુરક્ષીત માનવામાં આવતું હતુ પરંતુ ડબલ્યુએચઓને પોતાના સલાહકાર જણાવ્યું કે તેનો ઉપયોગ ખતરનાક હોઈ શકે છે. આ ગ્લાઈફોસેટથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. શરીરમાં પ્રોટીન સંબંધીત પ્રક્રિયાઓ ને નુકશાન થાય છે. પ્રતિરક્ષા તંત્ર પણ ખરાબ થાય છે. અને જરૂરી પોષક તત્વો મળતા નથી માટે દાળમાં કંઈક કરવું નહી પરંતુ દાળમાં ઝેર છે.