મૃતકના પરિવારે વળતર નહી ન્યાય મળવાની માગણી કરી: ગમખ્વાર અકસ્માતનો પિતા-પુત્ર સામેનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે: ગૃહ મંત્રી હર્ષ સંઘવી
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પાસે ગતરાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પોલીસમેન સહિત નવ યુવકના થયેલા કમકમાટી ભર્યા મોતની ઘટનાનો મૃતકના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય નહી પોતાને ન્યાયની જરુર હોવાનું અને નબીરાઓને કાયદાના પાઠ ભણાવી કડકમાં કડક સજા થયા તેવી માગણી કરી છે. એસજી હાઇવે પરની બંધ લાઇટ અને સીસીટીવી કેમેરા તાકીદે શરુ કરવાના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આદેશ આપ્યા છે. ગોજારો અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે કડક કાર્યવાહી કરવા અને બંને સામે કેસની સુનાવણી ઝડપથી થાય તે માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ કરાયો છે.
ઇસ્કોન પાસે ડમ્પર અને થાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મદદરુપ થવા ઘસી ગયેલા 35 જેટલા યુવાનોના ટોળા પર કાળ બનીને ઘસી આવેલી જગુઆરે કચડી નાખ્યા હતા. જેમાં ઘટના સ્થળે એક પોલીસમેન અને હોમગાર્ડ સહિત નવના મોત નીપજ્યા હતા. મોડીરાતે ઇસ્કોન પાસે મરણચીસોથી ગાજી ઉઠયો હતો અને 108 અને એમ્બ્યુલશના સાયરનથી ગાજી ઉઠયો હતો.
નવ પરિવારે પોતાના આશાસ્પદ વ્હાલસોયા પુત્રને ગુમવતા ગમગીની સાથે શોક છવાયો હતો. મૃતકના પરિવારના કરુણ આંક્રદથી ભારે કરુણાંતિકા સર્જાય હતી અને રાત્રે નશો કરેલી હાલતમાં પુરપાટ ચલાવતા નબીરા સામે કડક કાર્યવાહી થવી જોઇએ પોતાને વળતર નહી ન્યાય મળે તે જરુરી હોવાનું જણાવ્યું હતું.
ગોજારી ઘટનાના પગેલે એસજી હાઇવે પર લાઇટ અને સીસીટીવી કેમેરા બંધ હોવાની તંત્રની પોલ ખુલી હતી. જોકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી એસજી હાઇવે પર તાકીદે કેમેરા અને લાઇટ ચાલુ કરવા આદેશ કર્યો છે. એક સાથે નવ વ્યક્તિના મોત માટે જવાબદાર કાર ચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ બંનેને ઘટના સ્થળે લઇ જઇ સમગ્ર ઘટનાનું રિક્ધસટ્રકશન કરાવી ઉઠક બેઠક પોલીસ દ્વારા કરાવવામાં આવી હતી.
તથ્ય પટેલ ગતરાતે પોતાના મિત્ર આર્યન પંચાલ, શાન સાગર, વઘાસીયા શ્રેયા, ધ્વની પંચાલ અને માલવિકા પટેલ સાથે મહંમદપુરા રોડ પર ના કોફી શોપમાં ગયા બાદ જગુઆર કારમાં 160ની સ્પીડ સાથે ઇસ્કોન બ્રીજ પર પસાર થયા ત્યારે એક સાથે 35 યુવાનોને હડફેટે લેતા હીટ એન્ડ રનની ઘટના બની હતી. ગમખ્વાર અકસ્માત સર્જાતા તથ્યની કારમાં રહેલા તેના મિત્રો અન્ય કારની મદદ લઇ ઘટના સ્થળેથી પલાયન થઇ ગયા હતા જ્યારે તથ્ય પટેલને ટોળાએ પકડી મેથીપાક દીધો ત્યારે તેના પિતા થોડી જ વારમાં ઘટના સ્થળે પહોચી ટોળાના સકંજામાંથી પુત્ર તથ્યને બચાવવા રોફ જમાવ્યો હતો.
પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કર્યાની જાણ થતા તેના મિત્રો આર્યન પંચાલ, શાન સાગર, વઘાસીયા શ્રેયા, ધ્વની પંચાલ અન્ે માલવિકા પટેલ પોલીસમાં સામેથી હાજર થઇ ગયા હતા.
અગાઉ ગેંગ રેપ, ધમકી અને જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા પ્રજ્ઞેશ પટેલ અને તેના પુત્ર તથ્ય પટેલ સામે કડક કાર્યવાહી કરવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસને આદેશ કરી કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા આદેશ કર્યો છે.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય એવા અકસ્માતમાંનો છે. એમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફ જતી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે એમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. જોકે પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે 3 યુવતી સહિત 5ની અટકાયત કરી હતી. જોકે, મોડી સાંજે અમદાવાદ પોલીસ ઋજકની ટીમ સાથે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને અકસ્માતની ઘટના સ્થળ પર લઈ પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આરોપી તથ્ય પટેલને ઘટના સ્થળ પર ઉઠક બેઠક કરાવી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાનો ત્યાગ મેળવ્યો હતો.
અમદાવાદમાં એસજી હાઇવે પર થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે એસજી હાઇવે પર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ઘટના સ્થળ ઇસ્કોન બ્રિજ હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીના ચહેરાના હાવભાવ અને બોલી પરથી લાગતું નથી કે તેને ઘટનાનો અફસોસ હોય. તેને 9 લોકોના મરવાનો અફસોસ લાગતો નથી. જરૂર પડે ઘટના સમયે આરોપીની કારમાં હાજર તેના સથીઓને સાક્ષી બનાવાશે. આરોપીના બ્લડ ટેસ્ટ સહિતનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેથી તેને નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે કેમ તે જાણી શકાશે. ઋજકનો રિપોર્ટ આવતા હજુ બે-ત્રણ દિવસ લાગશે તેવું જાણવા મળ્યું છે.
ગાંધીનગરમાં સી.એમની અધ્યક્ષતામાં બેઠક મળી તાકીદે પગલાં લેવા સૂચના આપી
ગોઝારા અકસ્માતને પગલે ગાંધીનગરમાં સી.એમ ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને જેમાં એસ.જી હાઇવે પર વધુ સ્ટ્રીટ લાઇટ નાખવવા, સરખેજ,ગાંધીનગર રોડ અને સિંધુભવન રોડ પર સ્પીડ બ્રેકર્સ લગાવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
તથ્યએ લાઇસન્સ મળ્યાના એક જ વર્ષમાં પોત પ્રકાશ્યું
આરોપી તથ્યને હજી ગત વર્ષે 11 ફેબ્રુઆરી 2022ના રોજ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરનું લાઇસન્સ મળ્યું હતું, જેની વેલિડિટી 19 ડિસેમ્બર 2043 સુધીની છે. લાઇસન્સમાં તેની જન્મતારીખ 20/12/2003 બતાવે છે. તેના લાઇસન્સને હજી 20 વર્ષની વેલિડિટી બાકી હતી.તેનું લાયસન્સ મળ્યું ના એક જ વર્ષમાં તેને પોત પ્રકાશ્યું હતું અને એક સાથે 10 નો જીવ લીધો છે. હવે એનું લાઇસન્સ રદ થવાની શક્યતા છે અને ફરી લાઇસન્સ ઈસ્યુ થશે કે કેમ એ સવાલ ઊઠ્યો છે.
પોલીસે તથ્ય અને તેના બાપ પ્રજ્ઞેશ સામે ગુનો નોંધ્યો
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે આઇ.પી.સી 304, 279, 337, 338,504,506,144 એમવી અભિં 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે.
તથ્ય સાથે જેગુઆર કારમાં 3 યુવતી અને 2 યુવક હતા
તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા. બધા ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યા હતા. જેગુઆરમાં આગળની સીટ પર એક આમાંની એક યુવતી તથ્ય સાથે બેઠી હતી. બધા સાથે અભ્યાસ કરે છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ધમકી આપવા બદલ ધરપકડ કરી છે.
અકસ્માતમાં સુરેન્દ્રનગરના ચાર લોકોના મોતથી અરેરાટી
કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમયાત્રા નિકળતા ગામ હિંબકે ચડ્યું
અકસ્માતમાં મોતને ભેટેલા ટ્રાફિક-પોલીસના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી છે. તે ઉપરાંત બે મિત્રો અરમાન વઢવાણિયા અને અમન કચ્છી સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો ચોથો મૃતક રોનક રાજેશભાઇ વિઠ્ઠલપરા પણ મૂળ ચુડા તાલુકાના ચાચકા ગામનો રહેવાસી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચાર લોકોનાં મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.અમદાવાદ ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી હતા, જેમના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં પરિવારજનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આમ સુરેન્દ્રનગરના ગામડાઓમાં એક સાથે ચાર લોકોને ભારે હૈયે વિદાય આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના માતા-પિતા પર આભ ફાટી પડ્યું છે. તો આ અકસ્માતમાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યાના સમાચાર આવતા રાજ્યભરના લોકોના હૈયા ભરાઇ આવ્યા છે. અકસ્માતમાં બાળકોના મોતથી રાજ્યભરમાં આક્રોશ અને દુ:ખની લાગણી જોવા મળી રહી છે.સુરેન્દ્રનગરના બે મિત્ર, પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.
ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમારનો મૃતદેહ ચુડા લઈ જવાયો હતો. અહીં તેમની અંતિમ યાત્રામાં પૂરું ગામ ઉમટી પડ્યું હતું. આ ઉપરાંત રોનકની ચુડાના ચાચકા ગામમાં અંતિમ યાત્રા નિકળી હતી.