સરકારે શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષમાં સિક્યોરિટીઝ(G-Sec)ની હરાજી કરી હતી,અને પ્રથમ હરાજીમાં 32,853 કરોડ રૂપિયા એકત્ર થયા હતા. મે 2020 પછીના સમયમાં બજારમાંથી સાપ્તાહિક ધોરણે લેવામાં આવેલું સૌથી વધુ રોકાણ છે.
કેર રેટીંગ્સે માહિતી આપતા કહ્યું કે, “સરકારે આ રકમ 2020-21ની છેલ્લી હરાજી કરતા નીચા દરે મેળવી છે. 32,000 કરોડની સૂચિત રકમની સામે સરકારે 6.14%ના દરે 32,853 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ માહતી આપને સૂચવે છે કે, સેન્ટ્રલ બેંકની લિક્વિડિટી અને રીટર્ન કંટ્રોલ પર જે પગલાં લીધા છે તે ખુબ સારા કામ કરી રહ્યા છે.
આ હરાજીમાં સરકારને જેટલી રકમ એકત્રિત થઈ છે, તે 22 મેં 2020 પછીનો સૌથી વધુ આંકડો છે. કેર રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું કે, “તે સૂચિત રકમ કરતા વધારે છે. આ હરાજીમાં ભારિત સરેરાશ ઉપજ 6.14% હતો, જે 19 માર્ચ, 2021 ના રોજ યોજાયેલી હરાજીમાં લોનની કિંમત કરતા 0.04% ઓછી છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક સમયમાં સરકારનો ખર્ચ 6%થી ઉપર રહ્યો છે.
સરકાર અને નાણાકીય અધિકારીઓ આ અંગે ચિંતિત છે. આને ધ્યાનમાં રાખીને, એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ બેંકે ત્રિમાસિક ગાળા દરમિયાન 1 લાખ કરોડની ફિક્સ લિક્વિડિટી લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ રકમ સરકારી સિક્યોરિટીઝ એક્વિઝિશન પ્રોગ્રામ અથવા G-Secના નવા માધ્યમ દ્વારા એકત્ર કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બોન્ડ્સ પરના વળતરને નિયંત્રણમાં રાખવાનો છે.