સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનો અનેરો માહોલ જામ્યો છે ત્યારે સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન સૌરાષ્ટ્ર-કચ્છ દ્વારા 1પમી ઓગષ્ટે અરવિંદભાઇ મણીયાર હોલમાં યોજાનારા આ કાર્યક્રમ અંગે ‘અબતક’ ની મુલાકાતે આવેલ હિરલબેન બલભટ્ટ, કીરણ ખીરા, પ્રતિકભાઇ બલભટ્ટ, કુલદીપભાઇ સાતા, અર્ચનાબેન સાતાએ વિગતો આપી હતી કે રાજકોટમાં સૌ પ્રથમ 1પ ઓગષ્ટે બપોરે 2.30 થી 7 દરમ્યાન યોજાના કાર્યક્રમ બાળકોમાં દેશ પ્રેમ ની ભાવના તેમજ જ્ઞાન વધારવા માટે આ એક નાનકડો પ્રયાસ અને દરેક વયના વ્યકિત તેમાં સહભાગ લઇ શકે છ. અવનવી સ્પર્ધાનું આયોજન કરેલું છે.
એક પરિવાર જેવું માહોલ ઉભુ કરવાનો પ્રયાસ છે. અને વિષેશ જ્ઞાતિ રત્નનું સન્માન કરવામાં આવશે. સિંગીગ, વેશભૂષા, વકૃત્વ, પેઇન્ટીંગ, ડાન્સ, પરયફોર્મન્સ, ગ્રુપ ડાન્સ, દએટ ડાંસ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, શાસ્ત્રથની સ્પધાઓ યોજાશે. પ્રતિક બલભદ્ર વિગેરે સભ્યોએ જ્ઞાતિના દરેક સભ્યોને સહભાગી થવા અને કાર્યક્રમની મજા માણવા આહવાન કર્યુ છે. વધુ માહીતી માટે પ્રતિક બલભદ્ર મો. નં. 95869 70222 પર સંપર્ક કરવો.