રાજકોટના આંગણે આત્મજ્ઞાનિ પૂ. દિપકભાઇ દેસાઇના સાનિઘ્યનો લાભ લોકોને મળી રહ્યો છે. અસલી જ્ઞાનની ઓળખાણ લોકોને મળી છે. રાજકોટને આંગણે આત્મજ્ઞાનિ પૂ. દિપકભાઇ દેસાઇના સાનિઘ્યમાં તા.૧૪ ડીસેમ્બર ૨૦૧૯ અસલી જ્ઞાનની ઓળખાણ જ્ઞાની પુરુષો કેવા હોય તેની ઓળખાણ થવી અતિ કઠીન છે. આત્માના જ્ઞાની કેવા હોય તેની ખબર સામાન્ય વ્યકિતઓને હોતી નથી. બાવા, સાધુ, સંત, ભભુતિવાળા વગેરેની પ્રાથમીક ઓળખાણ થાય છે. પરંતુ અસલ જ્ઞાનીઓને તો જ્ઞાન પારખુ ઝવેરીઓ જ જાણી શકે. શ્રીમદ્દ રાજચંદ્રએ જ્ઞાનની ઓળખાણ પડે છે તે માટે ઘણા ફોડ પાડયા હતા. સાચા મુમુક્ષોઓ જ્ઞાનીની આંખો જોઇને જ તેમને ઓળખી જાય છે. સાચા જ્ઞાનિઓને ધર્મ સંબંધી, આઘ્યાત્મ સંબંધી પ્રશ્ર્નો પુછવાથી જ તેમની ઓળખાણ પડી જાય છે. જ્ઞાનિથી અદભુત ઉકેલ મળતા હોય છે. તેમના સમગ્ર જીવન કાળ દરમ્યાન વણ ઉકેલ્યા સામાજીક ગુંચવડાઓને એડજેસ્ટમેન્ટ લઇને પુરા કરતા હોય છે. સાચા જ્ઞાનિની ઓળખાણ થઇ કે કેમ તેની ખબર કેમ પડે? તેમના સંપર્કમાં આવતા તેમના વ્યવહાર અને માન્યતાઓનો પરિચય થાય પછી જ અનુભવે ખબર પડે, તેમનો અંત આશય ઓળખી શકાય. તેમના વાણી વર્તનથી આછેરો ખ્યાલ આવે કે જગતમાંથી તેમને કંઇ જ જોઇતું હોતું નથી. પૂ. દાદા ભગવાનના ધર્મપત્ની હીરાબાને પણ ૬૫ વર્ષે જ્ઞાની તરીકેની ઓળખાણ મળી.
પો. દાદા ભગવાનની દશાનો પરિચય જયારુ પૂ. નિરુમાને થયો ત્યારે તેમની સાચી ઓળખ જેવા મુમુક્ષોને તેમની ઓળખ પડી. આઘ્યાત્મના વિષય અંગે હજારો પ્રશ્ર્નો પૂછાતા ગયા અને તેના સચોટ જવાબો પૂ. દાદા ભગવાન પાસેથી મુમુક્ષોઓને મળતા ગયા અને ઉધાડ થતાં જ્ઞાન માર્ગે મુમુક્ષુઓ આગળ વધતા ગયા. પૂ. દાદા કાયમ કહેતા કે અમે ભગવાન નથી પણ જ્ઞાની પુરુષો અવશ્ય છીએ. અજ્ઞાનતાની અસમજણો છોડાવીને લોકોને જ્ઞાનની સાચી દશાનો અનુભવ કરાવ્યો અને દાદાશ્રીએ આપેલી પાંચ આજ્ઞા પાડવાથી સાંસારિક વ્યવહારમાં દરેક સમસ્યાઓનું સમભાવે સમાધા કરાવી મોક્ષ માર્ગમાં આગળ પહોંચી શકાય છે એવું અદભુત અક્રમ વિજ્ઞાન જગતને આપી શકતા. જ્ઞાની પુરુષ હંમેશ અકર્તા ભાવનમાં જ વર્તતા હોય છે તેઓ સંપૂર્ણ નિરઇચ્છીત દશામાં હતા. સૌ પ્રથમ ૧૯૭૩માં જયારે અક્રમ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક આપ્તવાણી-૧ પી. નિરુમા દ્વારા પ્રકાશીત થયું ત્યારે તેમની વાણીની વિતરાગતા સ્યાદવાદ પણું ઉજાગર થતાં જગતના જીવોનો અહો… અહો… થયું.
આત્મ વિજ્ઞાન પૂ. દાદા ભગવાન પ્રશ્ર્નકર્તાને તેમની કક્ષા પ્રમાણે તેમના દ્વારા પુછાયેલ દરેક પ્રશ્ર્નોના જવાબ એવી કુનેહથી જવાબ આપતા કે પ્રશ્ર્નકર્તાને પપતાની સમજણનો ઉધાડ થાય અને તેમની અજ્ઞાનતાના આવરણો ખસી જાય એવા સમર્થ જ્ઞાનિ હતા. દરેક જીવનું છેલ્લું અવલંબધન જ્ઞાનિની વાણી જ છે તેના અવલંબનથી જ મોક્ષ સંભવે છે. જયારે દરેક જીવને પોતાના દોષ દેખાવા શરુ થાય તે જ ઘડીથી જ્ઞાનનો પ્રકાશ થયો કહેવાય, સ્વ. ની જાગૃતિ આવી કહેવાય, જ્ઞાનવિધિ પછી પોતાના સ્થૂળ દોષો સુક્ષ્મ દોષો દેખાવાના શરુ થાય છે જયારે પ્રત્યક્ષ જ્ઞાનિના સંપર્કમાં રહેતા સુક્ષ્મતર અને સુક્ષ્મતર અને સુક્ષ્મતમ દોષો પણ દેવાના શરુ થાય છે.
ડીમ્પલભાઇ મહેતાએ કર્યુ હતું. કે દાદા ભગવાન ફાઉન્ડેશનમાં ૩૦ વર્ષથી જોડાયેલ છું. રાજકોટના આંગણી ત્રણ દિવસનો સત્સંગ યોજાયો છે. પુજય દીપકભાઇ પધાર્યા છે ખાસ તો રાજકોટ સત્સંગનો લાભ ભાવિકો ને મળે તથા આત્માનું જ્ઞાન મળે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન થયું છે. સંસારના બધા કર્મોમાંથી મુકતી મળે દાદાનો સાઇન્ટીફીક પ્રયોગ છે કે માણને માત્ર ર કલાકમાં જ આત્માનું જ્ઞાન મળે છે પછી સંસારમાં રહીયે તો પણ નીર્ભયતાથી રહી શકાય છે નવા કર્મ ના થાય તથા જુના કર્મોથી છુટકારો મળે અને મોક્ષનો માર્ગ મળે